ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 11 જાન્યુઆરી 2024 (11:45 IST)

વલસાડમાં પાડોશીઓ જ નીકળ્યા હત્યારા

- જોગવેલ ગામની પાસેથી એક કોતરમાંથી એક આધેડનો મૃતદેહ મળ્યો હતો
- પાડોશીના પુત્રએ અન્ય ત્રણ મિત્રો સાથે મળી કરી હત્યા 
- હત્યા પાછળ બંને પરિવારો વચ્ચે ચાલી રહેલ જમીન વિવાદ 
 
જિલ્લાના કપરાડા તાલુકાના જોગવેલ ગામ નજીક કોતરમાંથી મળેલા આધેડના મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. ઓઝરડા ગામના આધેડનો મૃતદેહ કોતરમાંથી મળી આવતા પોલીસે શંકાસ્પદ બે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસમાં ગામના જ એક ઇસમના કહેવાથી તેના પુત્રએ અન્ય ત્રણ મિત્રો સાથે મળી આધેડના માથામાં તેમજ મોઢાના ભાગે પથ્થરથી હુમલો કરી હત્યા કર્યા હોવાનું બહાર આવતા પોલીસે પાંચેય આરોપીની ધરપકડ કરી છે.
 
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જોગવેલ ગામની પાસેથી એક કોતરમાંથી એક આધેડનો મૃતદેહ મળ્યો હતો. શંકાસ્પદ હાલતમાં મળેલા મૃતદેહને કારણે સમગ્ર વિસ્તારમાં સનસની મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ નાનાપોંઢા પોલીસ અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ  ઘટના સ્થળ પર પહોંચી હતી. આ દરમિયાન પોલીસ તપાસ શરૂ થઈ હતી. પોલીસ તપાસમાં જે હકીકત બહાર આવી તે જાણી ખુદ પોલીસ પણ ચોકી ગઈ હતી. કારણ કે, હત્યારા કોઈ અન્ય નહીં પરંતુ તેમના જ પડોશી નીકળ્યા હતા. રામભાઈના પાડોશી તુરજી મનશું વઘાત અને તેનો પુત્ર ચેતન વઘાત દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. જાણવા મળ્યુ છે કે આ હત્યા પાછળનુ કારણ છેલ્લા કેટલાક સમયથી બંને પરિવારો વચ્ચે ચાલી રહેલ જમીન વિવાદ છે.