શુક્રવાર, 19 જુલાઈ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 ઑક્ટોબર 2023 (18:07 IST)

વલસાડની કોમર્સ કોલેજમાં બીકોમનું સેમેસ્ટર પાંચનું એકાઉન્ટનું પેપર લીક, વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો

વલસાડમાં શાહ એન.એચ. કોમર્સ કોલેજમાં સેમેસ્ટર-5નું એકાઉન્ટનું પેપર પરીક્ષા પહેલા જ લીક થયાનો વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પેપર ફૂટવાને લઈને વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં સુત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે વલસાડની શાહ એન.એચ કોમર્સ કોલેજમાં સેમેસ્ટર-5માં બી.કોમનું એકાઉન્ટનું પેપર લીક થયું હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજના આચાર્યની ઓફિસે જઈને સુત્રોચ્ચાર કર્યા હતા. પેપર લીક થવાની ઘટનાને લઈને કોલેજના શિક્ષકની સંડોવણીના આક્ષેપો કરવામાં આવ્યા હતા.


જોકે અન્ય વિદ્યાર્થી સંગઠનો અને પેપર લીક પકડી પાડનાર વિદ્યાર્થીના સંગઠનો વચ્ચે ગરમા ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રિન્સિપાલની ઓફિસમાં અન્ય વિદ્યાર્થી સંગઠનો આવીને ક્રેડિટ લેતા હોવાને લઈને બંને વચ્ચે ગરમા ગરમી સર્જાઈ હતી.