શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 જુલાઈ 2023 (09:06 IST)

નવી એજ્યુકેશન પોલિસી- આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ કરી શકશે ઇન્ટર્નશીપ, ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ

નવી એજ્યુકેશન પોલિસી-  આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ કરી શકશે ઇન્ટર્નશીપ, ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ
 
આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓનાં વિદ્યાર્થીઓ પણ હવે કંપનીમાં ઈન્ટરનીશીપ કરી શકશે. ત્યારે આવા વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ તો YUVA પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. 7 રાજ્યાં પાયલોટ પ્રોજેક્ટ NSS હેઠળ શરૂ કરાયું છે.
 
હવે આર્ટ્સ, કોમર્સ તેમજ સાયન્સનાં વિદ્યાર્થીઓ પણ કંપનીઓમાં 45 દિવસ ઈન્ટરનશીપ કરી શકશે. આ પાયલોટ પ્રોજેક્ટમાં આસામ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તામિલનાડું, પંજાબ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં શરૂ થયો છે.  જેમાં વિદ્યાર્થીઓ કંપનીમાં ઈન્ટરનશીપ કરવા માંગતા હશે તેઓએ કેન્દ્ર સરકારનાં YUVA  પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.  7 રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટને NSS  હેઠળ શરૂ કરાયું છે. અત્યાર સુધી એન્જીનીંયરિંગ કે ટેકનિકલ વિદ્યાર્થીઓ જ ઈન્ટરનશીપ કરતા હતા. હવે NSS  ગુજરાત દ્વારા વધુને વધુ વિદ્યાર્થીઓ અને કંપનીઓ પ્રોજેક્ટમાં જોડાય તેવો પ્રયાસ લોકો કરી રહ્યા છે.