સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 માર્ચ 2017 (12:47 IST)

ગુજરાતમાં પુરૂષ બનેલા લેસ્બીયન પાર્ટનરના ત્રાસથી 13 વર્ષે બ્રેકઅપ

સમાજમાં નૈતિક મૂલ્યોનું અધપતન થવાનું પ્રમાણ વધવા માંડયું છે. પતિના મોત બાદ લેસ્બિયન તરીકે રહેતી પાડોશી મહિલા સાથે મસ્તી માણ્યા બાદ આ જ પાર્ટનરને શરીર-સુખ આપવા જાતીય પરિવર્તનનું ઓપરેશન કરાવ્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સમગ્ર પ્રકરણમાં ભાંડો ત્યારે ફૂટયો જ્યારે મહિલા પાર્ટનરે પુરુષ બનેલા સાથી પાર્ટનરને તરછોડવાનો નિર્ણય લીધો.

વળી મહિલા પાર્ટનર ધાર્મિક પ્રવૃત્તિમાં લીન થતાં બંને વચ્ચે લડાઈ જામી છે. શહેરના વટવામાં મહિલા (છાયાબેન)ના ઘરે પોલીસ જઈને તોફાન કરતા ચોંકવનારી માહીતી બહાર આવતા પોલીસ અને વકીલો સહિતાના ચોંકી ઉઠયા હતા. જન્મથી છાયાબેન અને મીતાબેન નામની બને મહિલા સાથે રહેતી હતી. પોલીસ પતિના અવસાન થતા બન્ને મહિલા કરાર કહીને ૧૩ વર્ષ સુધી લેસ્બીયન સંબધો હતા. એક તબક્કે બે બાળકોની માતા મીતાબેન બેગ્લોર જઈને પુરુષ બનવા માટે ઓપરેશન કરાવી આવી હતી. બીજી તરફ તેની સાથે રહેતી છાયાબેનને અસહ્ય ત્રાસ આપતા બે વર્ષ પહેલા અમદાવાદ આવીને ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાઈ ગઈ હતી.

બુધવારે વટવા પોલીસ મથકમાં મીતાબેન આવીને ધમાલ કરતા સમગ્ર કિસ્સો બહાર આવ્યો છે સુરેન્દ્રનગરમાં રહેતી અને શ્રમ તથા રોજગાર કચેરીમાં ફરજ બજાવતી બે બાળકોની માતા મીતાબેનના પતિ પોલીસ વિભાગમાં ફરજ બજાવતો હતો. પોલીસ પતિનું અવસાન થતા બાદ તેની પડોશમાં રહેતી છાયાબેનને લવ લેટર મીતાએ લખીને મોકલી આપ્યો હતો. બન્ને સહેલીઓ હોવાથી લિવ ઈન રીલેશનમાં રહેવા માટે ૨૦૦૪ની સાલમાં કરાર કર્યો હતો. ત્યારબાદ બન્ને જણા એકબીજી વગર રહી શકતા નહોતા.બન્ને જણા એકબીજાના પ્રેમમાં એટલા બધા પાગલ થઈ ગયા હતા કે ઘરના સભ્યોની વાતો માનતા નહોતા.

ચાર વર્ષના લીવ ઈન રીલેશન બાદ મીતાબેનએ પુરુષ બનવાનું નક્કી કરીને બેંગ્લોરની રૂદ્રાલય હોસ્પિટલમાં લિંગ પરિવર્તન કરાવીને બે માસ સુધી ત્યા બન્ને જણા રોકાયા હતા. ત્યારબાદ મીતાબેન જાતિય સુખ માણવા માટે છાયાબેનને શારીરિક ત્રાસ આપતી હતી. જેનાથી કંટાળીને છાયાબેન ૨૦૧૫માં સુરેન્દ્રનગર છોડીને અમદાવાદ સ્થળાતર કરીને ધાર્મિક જીવન જીવી રહી રહી હતી. બીજી તરફ મીતાબેન છાયાબેનને શોધવા માટે આકાશા પાતાળ કરી દીધુ હતુ. મીતાબેનના લગ્ન પોલીસ સાથે થયા હતા.જેના થકી બે સંતાનો હતા. જેમાં મોટા પુત્રના ત્યા બે વર્ષનો પુત્ર છે. જયારે ૨૦ વર્ષની દીકરી છે. મીતાબેન ગુજરાત સરકારમાં નોકરી કરતા હોવા છતા જાતિય પરિવર્તન કરી આવ્યા તેની જાણ સરકારને કરી નથી. ધાર્મિક અને પવિત્ર જીવન જીવવા માટે છાયાબેન બે વર્ષ પહેલા મીતાબેનને છોડીને અમદાવાદ આવીને સ્થાયી થયા હતા. છાયાબેનના કહેવા પ્રમાણે ૨૦૧૩થી સતત માનસિક અને શારિરીક ત્રાસ આપીને ચોરીના ખોટા આક્ષેપો કરતા હતા.જેનાથી કંટાળી ગઈ હતી. એક દિવસ નક્કી કર્યું કે, આવુ અનૈતિક જીવન જીવવા કરતા તો ધાર્મિક જીવન જીવુ સારૂ છે. પછી તેમને છોડીને અમદાવાદ આવી ગઈ હતી. મારા ફેમીલ મેમ્બરો પાસેથી સરનામું મેળવા માટે ધમકીઓ આપવામાં આવતી હતી.