શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 1 એપ્રિલ 2017 (12:58 IST)

ગુજરાતમાં માત્ર 38 જ કતલખાનાને પરમિશન, બેરોકટોક ધમધમતા કતલખાના

ગુજરાત રાજ્યમાં 39% લોકો નોનવેજ ખાય છે. આ મુદ્દે કેગએ પણ ટિકા કરી હતી કે, ગુજરાતના પાંચ શહેરોમાં ખાદ્યસુરક્ષા અને માનકઅધિનિયમ હેઠળ પરવાના વિના કતલખાના ચાલી રહ્યાં છે છતાં સરકારે કોઇ પગલાં લીધા નથી. ગુજરાતની શાકાહારી રાજ્ય તરીકેની છાપ ભૂસાતી જાય છે. સરકાર દ્વારા માંસ અને તેની પ્રોડક્ટના નમૂના લેવામાં આવતાં નથી. કતલખાનાના મામલે સરકાર વધુ રસ દાખવતી નથી.


રાજ્યમાં માત્ર 38 જેટલાં જ કતલખાના સરકારી પરમિશનથી ચાલે છે. જ્યારે ગેરકાયદેસર કતલ અંગે સરકારી તંત્ર અને આરોગ્ય વિભાગ ચુપ છે. કેગના રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે, માર્ચ 2016ની સ્થિતિએ ગુજરાતમાં માત્ર 55 માંસની દુકાનોની નોંધણી થઇ હતી. જામનગર, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પરવાના વિના કતલખાના ચાલી રહ્યાં છે. તેમ છતાં કોઇ પગલાં ભરાયા નથી. કેગએ એવી પણ ગંભીર નોંધ લીધી હતી કે સરકાર દ્વારા માંસ અને માંસની પ્રોડક્ટના નમૂના લેવામાં આવતાં નથી અને તેનું પરીક્ષણ પણ કરવામાં આવતું નથી. કતલખાનાઓને એફએસએસ અધિનિયમ હેઠળ આવરી લેવામાં આવ્યા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં સરકારી પરમિશનવાળું માત્ર એક જ કતલખાનું છે. જેનું સંચાલન અને દેખરેખ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. આ કતલખાનામાં મોટા અને નાનાં પશુઓને લાવવામાં આવે છે અને આરોગ્ય વિભાગના પરીક્ષણ બાદ તેનું કતલ કરવામાં આવે છે.