બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 1 એપ્રિલ 2017 (13:10 IST)

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ગંભીર બેદરકારી, મહિલાના પેટમાં કાતર ભૂલી ગયા, કાતર સાથે પાંચ વર્ષથી જીવે છે મહિલા

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પાંચ વર્ષ પહેલાં કરાયેલા મહિલાના પેટનાં ઓપરેશન બાદ અત્યાર સુધી પેટમાં કાતર સાથે ફરતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે એક વર્ષ પહેલા મહિલાને પેટમાં સખત દુખાવો થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તપાસીને દવા આપીને રવાના કરી દેવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે કચ્છનાં ગાંધીધામ પાસેનાં ભંગેરા ગામમાં રહેતાં જીવીબહેનને 12 માર્ચ 2012નાં રોજ પેટમાં દુઃખાવો થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પેટમાં સાડા ચાર કિલોની ગાંઠ હોવાનું નિદાન થતાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જોકે, આ ઓપરેશન કરતા ડોક્ટરો પેટમાં કાતર ભુલી ગયા હતા.સિવિલ હોસ્પિટલના સુત્રો પાસેથી જાણવા મળ્યા પ્રમાણે છેલ્લાં બે મહિનાથી પેટમાં અસહ્ય દુઃખાવો થતા એક મહિના પહેલા તા. 9 ફેબ્રુઆરી 2017નાં રોજ તેઓ સિવિલમાં સારવાર માટે આવ્યાં હતાં પણ ડોક્ટરોએ તપાસીને દવા આપી રવાના કરી દીધાં હતાં. જોકે, તેમ છતાં દુખાવો દૂર થતાં શુક્રવારને 31મી માર્ચનાં રોજ ફરીથી અસારવા સિવિલમાં આવ્યાં ત્યારે ડોક્ટરોએ એક્સ-રે કરાવવાનું કહ્યું હતું. એકસ-રે કરાવતાં પેટમાં કાતર હોવાથી દુઃખાવાનું નિદાન થયું હતું. જાણીને જીવીબેનને ધ્રાસ્કો લાગ્યો હતો કે, ગાંઠ કઢાવવા જતાં પાંચ વર્ષથી પેટમાં લોખંડની કાતર સાથે જીવી રહી છું અને અચાનક બેભાન થઇ ગયાં હતાં.