શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 10 એપ્રિલ 2017 (13:13 IST)

પોરબંદરના દરિયામાંથી પાકિસ્તાની મરીને સાત બોટ સહિત 46 માછીમારોનું અપહરણ કર્યું

પાકિસ્તાન અવાર નવાર ભારત-પાક જળસીમામાંથી ભારતીય માછીમારોનું અપહરણ કરતું રહે છે. આજે વધુ સાત ભારતીય બોટોનું પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાતના પોરબંદર નજીક આંતરરાષ્ટ્રી જળ સીમા પાસે પાકિસ્તાન મરીન દ્વારા પહેલા ચાર અને ત્યારબાદ ત્રણ બોટ આમ કુલ મળીને સાત બોટનું અપહરણ કર્યું હતું.

આ સાત બોટ ઉપર સવાર કુલ 42 માછીમારોનું પાકિસ્તાન મરીન દ્વારા રવિવારે સવારે અપહરણ કરવામાં આવ્યું હતું. 29 માર્ચ રવિવારે જ પાકિસ્તાન મરીને અરબી સમુદ્રમાં માછીમારી કરતા 104 ભારતીય માછીમારોનું અપહરણ કર્યું હતું. ત્યારે બે દિવસ બાદ ફરીથી પાકિસ્તાને આવી નાપાક હરકત કરી છે. બુધવારે ભારતના 18 માછીમારોનું અપહરણ કરાયું હતું. આ અપહરણ પોરબંદરના અરબી સમુદ્રમાંથી થયું હતું. જોકે, આ માછીમારો પોરબંદરના કયા વિસ્તારના છે તે હજી જાણવા મળ્યું નથી. આ પહેલા પણ શનિવારથી રવિવારના ર4 કલાકમાં પાકિસ્તાન મરીને 19 બોટમાં દરિયામાં માછીમારી કરવા ગયેલા 104 ભારતીય માછીમારોનું અપહરણ કર્યું હતું. આ માછીમારો પોરબંદર, ઓખા અને માંગરોળના હતા. પાકિસ્તાન મરીને ફાયરિંગ કરીને આ માછીમારોને બંધક બનાવ્યા હતા.