શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 મે 2017 (14:43 IST)

જેનરિક દવાના સ્ટોરની ફ્રેન્ચાઈઝી માટે ગુજરાતમાં કોઈ લેવાલ નથી

રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી શરૂ કરેલી પંડિત દિનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી એટલે કે જેનરિક સ્ટોરની ફેન્ચાઈઝી માટે ગુજરાતમાં કોઈ લેવાલ નથી. નાગરિકોને સસ્તી દવા અને ફાર્માસિસ્ટને રોજગાર મળી રહે તે ઉદ્દેશ્યથી સરકારે ૫૦૦ જેનરિક સ્ટોર ખોલવા જાહેર કરેલા ટેન્ડરને ખાસ કોઈ પ્રતિસાદ મળ્યો નથી. આથી, ગુજરાત મેડિકલ સવર્સિ કોર્પોરેશને ટેન્ડરની મુદ્દત ડિસેમ્બર’૧૬ પછી બબ્બે વખત લંબાવી છે. ગતવર્ષે સપ્ટેમ્બરમાં સરકારે તાલુકાદિઠ ઓછામાં ઓછા એક અને મોટા શહેરોમાં ૨૦૦થી વધુ એમ કુલ ૫૦૦ જેનરિક દવાઓના સ્ટોર ખોલવા ૨૦૦૦થી વધુ સસ્તી દવાઓ સપ્લાય કરવાની શરતે ફાર્માસિસ્ટ પાસે અરજીઓ મગાવી હતી. પહેલા તબક્કે મળેલી અરજીઓમાંથી માંડ ૫૩ સ્ટોર જ શરૂ થઈ શક્યા છે. આથી, ટેન્ડરની મુદ્દત વધાર્યાનું જણાવતા આરોગ્ય વિભાગના સૂત્રોએ કહ્યું કે બીજા પ્રયાસમાં ૭૮ સ્ટોરને મંજૂર કર્યા છે, વધુ ૫૦ અરજી સ્ક્રુટીની હેઠળ રહી છે. આમછતાં ૫૦૦નો ટાર્ગેટ પૂર્ણ થાય તેમ નથી !