ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 મે 2017 (13:23 IST)

ગુજરાતના 12 વિદ્યાર્થીઓની નાસામાં પસંદગી, તાલિમ માટે અમેરિકા પહોંચ્યા

ગુજરાતનું શિક્ષણ ક્યાં જઈને ઉભું રહ્યું છે તે રાજ્યના 12મા ધોરણમાં પાસ થઈને ગગનને ચૂંબી રહેલા વિદ્યાર્થીઓની સફળતામાં દેખાય છે. રાજ્યના 12 વિદ્યાર્થીઓની નાસાએ પસંદગી કરી છે. જેમાં ગાંધીનગરમાં પેટ્રોલિયમ કંપનીમાં ફરજ બજાવતા દિપકભાઈ શાહના પુત્ર ધૃવિલની ધો. 12 સાયન્સ પ્રવાહમાં 98 પર્સન્ટાઈલ એ1 સાથે પરિણામ જાહેર થતા તેની નાસા હેઠળ પસંદગી પામી છે. જે હાલ તાલીમ માટે યુ.એસ.એ 10 વર્ષના વિઝા સાથે અમેરિકા પહોંચ્યો છે. નાસા દ્વારા ગુજરાતમાંથી 12 વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે. જેમાં કપડવંજના ધ્રુવીલ શાહની ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં સારા પરિણામને લીધે થઈ છે. ધ્રુવીલ શાહના પિતા દિપકભાઈને એચ.પી.સી.એલ કપની દ્વારા સારી કામગીરી બદલ બે વાર ગૌરવ એવોર્ડ પણ મેળવી ચુક્યા છે.