રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 મે 2017 (14:13 IST)

કચ્છના ખાવડામાં કપાળના ભાગે બે આંખો ધરાવતી બાળકી જન્મી

મેડિકલ સાયન્સ માટે પડકાર રૂપ દર ઘટનાઓ દેશ વિદેશમાં બનતી રહે છે. ત્યારે આવીજ એક ઘટના રવિવારે કચ્છના ખાવડામાં ઘટી હતી.ખાવડાના સામ઼ુહિક આરોગ્ય કેન્દ્રમાં કપાળના ભાગે આંખો ધરાવતું બાળક જન્મતાં સમગ્ર વિસ્તારમાં કૈાતુક સર્જાયું હતું અને આ વિસ્તારમાં આવું બાળક પ્રથમવાર જન્મતાં કુતુહલવશ લોકો તેને જોવા માટે દોડી આવ્યા હતા.

ઉગમણી બન્નીના મીસરિયાડા ગામની ૩૫વર્ષીય હમીદાબાઈ તમાચી બભાંએ એવી બાળકીને જન્મ આપ્યો હતો કે જે બાળકીને નાક જ નહોતું અને કપાળના ભાગે આંખો હતી.માત્ર ૨.૨ કિલો વજન ધરાવતું બાળક વિચીત્ર સ્થિતીમાં જન્મતાં અહીંના તબીબો દોડધામની સાથે આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.હમીદાબાઇની કૂખે જન્મેલું આ બાળક માંડ 6 જ કલાક જીવીત રહ્યું હતું. ખાવડા સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો નૂપુરકુમારી પ્રસાદે જણાવ્યું કે મેડિકલ સાયન્સનો ઇતિહાસ તપાસીએ તો વિશ્વમાં દર 2 હજારે આવું 1 બાળક ભાગ્યેજ જન્મતું હોય છે.