શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 જૂન 2017 (11:33 IST)

આણંદની જલ્પા સતત 5 કલાક ભૂમાસન મુદ્રામાં રહી રેકોર્ડ સ્થાપિત કરશે

વિશ્વ યોગ દિવસે ગુજરાતમાં અનેક રેકોર્ડ સ્થાપિત થયા છે. ત્યારે આણંદમાં 21મી જૂન યોગદિવસે ગોલ્ડ સિનેમા પાસે યોગા ગર્લ્સ જલ્પા કાછીયા સતત પાંચ કલાક સુધી ભૂમાસનની મુદ્રામાં રહીને રેકોર્ડ સ્થાપી રહી છે. તેનું નામ એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાશે. જલ્પા કાછીયાએ જણાવ્યું હતું કે, 'આ કાર્યક્રમમાં ચાર વ્યક્તિઓ સાક્ષી તરીકે હાજર રહેવાની છે. બંને બહેનો યોગમાં નિપૂર્ણ છે.'

જલ્પાએ એમએસડબલ્યુનો અભ્યાસ કર્યો છે. હાલ પાર્ટ ટાઇમ યોગા ટીચર તરીકેની જવાબદારી નિભાવે છે. 2009માં દિલ્હીમાં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો અને 2011માં અંબાજી ખાતે નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો. વર્ષ 2013માં સારસા ખાતે ખેલમહાકુંભમાં  ગોલ્ડ મેડલ મળ્યો હતો. 2012માં યુરોપના પોર્ટુગલમાં તેનું સન્માન થયું હતું. 2013માં તાઇવાન ખાતે ઇન્ટરનેશનલ  યોગા ચેમ્પિયનશીપ  ટ્રોફી મળી હતી. 2016માં પ્રાંસલામાં ભાસ્કર જૂથના ચેરમેન રમેશભાઈ અગ્રવાલ દ્વારા પાઘડી પહેરાવીને જલ્પાનું સન્માન કરવામાં આવ્યું હતું. જે આણંદ સહિત સમગ્ર દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે.