શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 જૂન 2017 (09:54 IST)

‘કાળી ઘટના’ ના સાક્ષીઓ ‘મીસાવાસીઓ’નું સન્માન કરાયું, જાણો શું છે આ ઘટના

વર્ષ-૧૯૭૫માં કટોકટીકાળ દરમિયાન લોકશાહીને બચાવવા જેલવાસ ભોગવનારા મીસાવાસીઓનું આજે રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીએ સન્‍માન કર્યું હતું. ગાંધીનગર સ્‍થિત સરકીટ હાઉસ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ શ્રી કોહલીએ ધારાસભ્ય  નારાયણભાઇ પટેલ, પૂર્વ સાંસદ જયંતિભાઇ બારોટ અને હરિન પાઠક તેમજ જાણીતા લેખક  વિષ્‍ણુ પંડ્યા સહિત ૪૦થી વધુ મીસાવાસીઓનું સન્‍માન કર્યું .દેશ આખાને સ્પર્શતી એક ‘કાળી ઘટના’  આમ તો આ સાવ નાનકડી વાત લાગે, પણ જો ઊંડાણથી વિચારીએ તો દેશ અને લોકશાહી બન્નેનાં વર્તમાન અને ભવિષ્યની સાથે જોડાયેલો ભૂતકાળ હતો. અમદાવાદના સર્કીટ હાઉસના પરિષદ ખંડમાં ગુજરાતના તમામ જિલ્લાના પ્રતિનિધિઓ ‘લોકતંત્ર સેનાની સંઘ’ અને ‘મીસા બિરાદરી’ના ઉપક્રમે એકઠા થયા અને તે બધા જ ૧૯૭૬ની ૧૨ માર્ચથી ૧૯૭૭ના જાન્યુઆરી સુધી વડોદરા - સુરત - સાબરમતી - ભાવનગર - રાજકોટ - ભૂજ - જામનગર - મહેસાણાની જેલોમાં ‘મીસા’ અટકાયતી ધારા હેઠળ કેદી રહ્યા હતા.

એ વખતે તો તે અનિશ્ચિત ભવિષ્ય હતું કેમ કે સરકાર ધારે ત્યાં સુધી જેલોમાં ગોંધી રાખવાની સત્તા ભોગવવાની હતી અને સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં ન્યાયતંત્રે ય હાથ ઊંચા કરી દીધા હતા. ગુજરાત આ લડતમાં મોખરે હતું અને તે લડાઈમાં સામેલ ભૂગર્ભવાસી તેમજ જેલવાસીઓમાંના કેટલાક તો (નામો હોઠ પર આવે તેવાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ મુખ્ય પ્રધાનો કેશુભાઈ પટેલ, બાબુભાઈ જ. પટેલ, શંકરસિંહ વાઘેલા, રાજ્યપાલ વજુભાઈ વાળા, કેન્દ્ર-રાજ્યના કેટલાક પ્રધાનો, સાંસદો, ધારાસભ્યો, મેયર વગેરે) સત્તાના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચ્યા. પણ જે ‘સામાન્ય’ ગણાતા ‘મધ્યમ વર્ગ’ના એ સમયના કેટલા બધા સંઘર્ષશીલો સામેલ હતા. એક ગણતરી પ્રમાણે રાજકોટ જિલ્લાના ૭૦, સાબરકાંઠાના ૧૭, ખેડાના ૧૫, આણંદના ૧૩, પંચમહાલના ૧૨, બનાસકાંઠાના ૯, કચ્છના ૧૦, વલસાડના ૧૭, વડોદરાના ૫૬, સુરતના ૩૬, અમદાવાદ નગરના ૧૧૦, અમદાવાદ જિલ્લાના ૧૬, જામનગરના ૧૮, ભાવનગરના ૨૯, જૂનાગઢના ૩૬, મહેસાણાના ૪૪, અમરેલીના ૬, ભરૂચના ૪, ડાંગના ૩ અને સુરેન્દ્રનગરના ૧૩... આ સિવાય સત્યાગ્રહ અને ડી.આઈ.આર. હેઠળના વધારાના કેદીઓ હતા.  કટોકટી સમયે મિસાનો જે કાયદો અમલમાં મૂકાયો તેના કારણે ગુજરાતમાં પણ સેંકડો લોકોએ લોકશાહીને બચાવવા માટે સ્‍વૈચ્‍છિક જેલવાસ પસંદ કર્યો. જેમાંના અનેક દિવંગત થઈ ગયા છે પણ દેશવાસીઓ માટે રાહ ચિંધતા ગયા. આજના કટોકટીદિને યાદ અપાવતા વિષ્‍ણુભાઈ પંડયાએ જણાવ્‍યુ હતું કે સ્‍વ. ઈન્‍દિરા ગાંધીએ દેશમાં આંતરિક કટોકટી લાદી પોતાની સત્તા બચાવવા અનેક નિદોર્ષ દેશભકતોને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા એ સમયે હુ પણ ભાવનગરની જેલમાં હતો અને મે ૧૯૭૨માં એક પુસ્‍તક લખ્‍યુ હતું. ‘‘હથેળીનું આકાશ'' આ પુસ્‍તકને ૧૯૭૬માં એટલે કે ઈમરજન્‍સી સમયે રાજય સરકારે ઈનામ જાહેર કરેલ તેવા સમાચાર અખબારના માધ્‍યમથી મે વાંચેલ અને તુરંત તેના પ્રત્‍યુતરોમાં મે રાજયપાલશ્રીને પત્ર લખી આ ઈનામનો અસ્‍વીકાર કર્યો અને આ સમાચાર ભુગર્બ પગમાં છપાવી કાર્યકર્તાઓને આ વાત પહોંચાડી જેથી તેઓને પણ બળ મળ્‍યું.