ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 27 જૂન 2017 (16:25 IST)

ગુજરાતના સાડા ત્રણ લાખ કાપડના વેપારીઓએ બંધ પાળ્યો

ટેક્સટાઇલ પર 5 ટકા જીએસટીના વિરોધમાં ગુજરાતના  કાપડ વેપારીઓએ આજથી ત્રણ દિવસ માટે બંધ પાળ્યો છે. બંધને કારણે ટેક્સટાઇલ સેક્ટરને વ્યાપક નુકસાન થશે. જેમાં સુરતને જ બંધ દરમ્યાન દિવસનું 250 કરોડ રૂપિયાનું નુકસાન થશે. અમદાવાદના 65 હજાર અને ગુજરાતના 3.50 લાખ કાપડના વેપારીઓ બંધ પાળ્યો છે.  કેન્દ્ર સરકારે 1 જુલાઇથી ગૂડસ એન્ડ સર્વિસ ટેક્સ અમલી બનાવાની જાહેરાત કરી છે. જીએસટીમાં કાપડ પર 5 ટકાનો ટેક્સ લાદવામાં આવ્યો છે.

શહેરના સીજી રોડ અને આશ્રમ રોડ પરના કાપડના વેપારીઓ જીએસટી રદ કરવાની માંગણી સાથે દેશભરના કાપડના વેપારીઓ સાથે 27, 28 અને 29 જૂને બંધમાં જોડાશે. કાપડના વેપારીઓની જેમ ગુજરાત સહિત સમગ્ર દેશના ફર્નિચરના વેપારીઓ 28 ટકાના જીએસટીના દરને લઇને ત્રણ દિવસ બંધ પાડીને વિરોધ કરવાના છે. દેશભરના કાપડના વેપારી જીએસટીથી નારાજ છે. જીએસટી કાઉન્સીલમાં પ્રતિનિધ કરતાં નાયબ મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રીને જીએસટી સંર્ઘષ સમિતિના પ્રતિનિધિ મંડળ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. છતાં પણ તેમની એક પણ માંગ નહી સ્વીકારાતા ગત અઠવાડિયા દરમ્યાન દિલ્હીમાં દેશભરના વેપારીઓની હાજરીમાં તૈયાર થયેલી ઓલ ઇન્ડિયા જીએસટી સંર્ઘષ સમિતિ દ્વારા તા. 27 થી 29 જુન હડતાલ પર જવાનો નિર્ણય કરાયો હતો.