મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 જાન્યુઆરી 2018 (12:24 IST)

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો: નલિયા ઠંડુગાર

રાજ્યભરમાં અત્યારે ઠંડીનો ચમકારો વધી ગયો છે અને ઘણાં સ્થળોએ તો તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ અને તેનાથી નીચે પહોંચ્યું છે. નલિયામાં સોમવારના રોજ લઘુત્તમ તાપમાન 4.8 ડિગ્રી નોંધાયુ હતુ.નલિયા પછી સૌથી ઓછું તાપમાન બનાસકાંઠાના ડીસામાં નોંધાયુ હતુ. અહીં લઘુત્તમ તાપમાન 9.1 ડિગ્રી હતું. જ્યારે કચ્છના કંડલામાં 9.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતું.અમદાવાદની વાત કરીએ તો શહેરમા વહેલી સવારે અને સાંજ પછી ઠંડીનું પ્રમાણ વધી જાય છે. સોમવારના રોજ શહેરમાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું જે સામાન્ય કરતા 1.8 ડિગ્રી ઓછું છે. IMD-અમદાવાદના જણાવ્યા અનુસાર, આગામી બે-ત્રણ દિવસ સુધી શહેરમાં 10 ડિગ્રી તાપમાન જળવાઈ રહેશે અને દિવસ તેમજ રાતના તાપમાનમાં વધારે ફેરફાર જોવા નહીં મળે.