સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (16:11 IST)

વિધાનસભાની 10 સીટો પર ફરી ચૂંટણી કરવાની માંગ સાથે હાઈકોર્ટમાં પિટીશન

ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં હારેલા અને ચૂંટણી નહી લડી શકેલા ઉમેદવારોએ ગુજરાત હાઈકોર્ટમાં વિવિધ પીટીશનો કરી દસ બેઠકો ઉપર ફરી ચૂંટણી યોજવામાં આવે તેવી માગણી કરી છે. ગુજરાત હાઈકોર્ટમાં દસ જેટલા જુદા જુદા પીટીશનરો દ્વારા હાઈકોર્ટમાં પીટીશન કરી દસ બેઠકોની ચૂંટણી ફરી યોજવામાં આવે તેવી માગણી કરી છે.

ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર 2017માં યોજવામાં આવેલી ચૂંટણીમાં જે ઉમેદવારો હારી ગયા હતા અથવા જેમના ઉમેદવારી પત્રકો ચૂંટણી પંચ દ્વારા વિવિધ કારણે રદ કરવામાં આવ્યા હતા, તેવા ઉમેદવારોએ ચૂંટણી પંચના નિર્ણય અને ચૂંટણી પ્રક્રિયાને પડકારતી રીટ પીટીશન કરી છે, જેમાં ધોળકા, પાટણ, ગાંધીનગર ઉત્તર, જમાલપુર, દાણીલીમડા, ગારીયાધર અને પોરબંદર સહિત કુલ દસ બેઠકોનો સમાવેશ થાય. ચૂંટણી દરમિયાન જો આ પીટીશનરોએ હાઈકોર્ટમાં પીટીશન કરી હોત તો હાઈકોર્ટ પંચની કાર્યવાહીમાં દખલ કરશે નહીં તે પ્રકારનું વલણ રાખતી હોય છે, જેના કારણે પરિણામ જાહેર થયા બાદ આ પીટીશન થઈ છે, દસ પીટીશન પૈકી એક પીટીશન ગાંધીનગર ઉત્તરની બેઠક માટે હાઈકોર્ટ દ્વારા પંચને નોટિસ પાઠવી પોતાનો જવાબ રજુ કરવા આદેશ આપવામાં આવ્યો છે