ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 ફેબ્રુઆરી 2018 (13:20 IST)

ભારતીય પોષાકમાં સજ્જ કેનેડીયન PMએ ગાંધીઆશ્રમની મુલાકાત લીધી

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તેમની ભારત મુલાકાતના ભાગરૂપે સોમવારે એક દિવસની ગુજરાત મુલાકાતે પધાર્યા છે. આજે સવારે ટ્રુડો અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા, જ્યાંથી સીધા તેઓ સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. પત્ની અને બાળકો સાથે જસ્ટિન ટ્રુડો ભારતીય પોષાકમાં સજ્જ થઈને ગાંધીઆશ્રમની મુલાકાત લઇ ખૂબ ખુશ થયા હતા.  જસ્ટિન ટ્રુડોએ બાળકો સાથે રેંડિયો કાંત્યો હતો, જ્યારે જસ્ટિને વિઝીટ બુકમાં સંદેશ લખી ખુશી વ્યક્ત કરી હતી. ગાંધીઆશ્રમની મુલાકાત બાદ જસ્ટિન ટ્રુડો ગાંધીનગર ખાતે આવેલા અક્ષરધામની મુલાકાત લેશે. જે બાદ તેઓ બપોરે 12.15થી અમદાવાદની હયાત હોટેલમાં રોકાણ કરશે અને ત્યાંજ લંચ લેશે. 2.45 કલાકે અમદાવાદ આઇઆઇએમની મુલાકાત લઇ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ બેઠક યોજશે.