શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 20 ફેબ્રુઆરી 2018 (15:55 IST)

અલ્પેશ ઠાકોરને એક દિવસ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયા

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને વિધાનસભામાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. વિધાનસભામાં વેલમાં ઘસી આવતા અધ્યક્ષે તેમને સસ્પેન્ડ કર્યા હતા. અલ્પેશ ઠાકોર પ્રશ્નોતરીકાળ દરમિયાન દારુના મુદ્દે બોલવા માંગતા હતા, ત્યારે અધ્યક્ષની ટકોર છતા અલ્પેશ ઠાકોર વારંવાર ઊભા થતા અને વેલમાં ધસી આવતા હોવાથી તેમને સસ્પેન્ડ કરાયા છે. સસ્પેન્ડ કરાયા બાદ અલ્પેશ ઠાકોરે મીડિયાને જણાવ્યું હતું કે, દારૂબંધી મુદ્દે મને વિધાનસભામા બોલવા ના દેવાયો. દારૂબંધી છતા કરોડો રૂપિયાનો દારૂ ક્યાથી આવે છે