ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 મે 2018 (13:07 IST)

જાણો કેમ ગાંધીનગરના સંતસરોવરમાં ડૂબી જવાની ઘટનાઓ રોકી શકાય તેમ નથી.

ગાંધીનગરના સંત સરોવર ડેમ એક ફરવાનું ડેસ્ટિનેશન બની ગયો છે. અહીં આફત પણ નકારી શકાય તેમ નથી છતાંય લોકો ત્યાં ફરવા માટે આવે છે. સિંચાઈ વિભાગે અવારનવાર ચેતવણી આપી હોવા છતાં મોટી સંખ્યામાં લોકો પરિવાર અને ફ્રેંડ્સ સાથે સંત સરોવર બેરેજમાં નહાવા અને ફરવા આવે છે. સિંચાઈ માટેનું બાંધકામ ખાસ કરીને બેરેજ જાહેર જનતા માટે ખુલ્લા નથી હોતા.

તેમ છતાં ઘણા લોકો સંત સરોવર બેરેજના દરવાજામાંથી નીકળતા પાણી સુધી પહોંચે છે અને ત્યાં સેલ્ફી લે છે. આ કારણે જ બે દિવસ પહેલાં ત્યાં દુર્ઘટના ઘટી.સોમવારે રાત્રે ગાંધીનગર ફાયર એંડ ઈમર્જન્સી સર્વિસિઝે ઈંદ્રોડા પાર્ક પાસે આવેલા સંત સરોવરમાંથી 20 વર્ષના વિશાલ ત્રિવેદી અને 35 વર્ષીય કનુ ધૂલિયાના મૃતદેહો બહાર કાઢ્યા હતા. બંને મૃતકો સરદારનગરના રહેવાસી હતા. સોમવારે સાંજે બંને ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. દુર્ઘટના ઘટ્યા છતાં લોકોએ કોઈ શીખ ન લીધી. મંગળવારે હજારો લોકો બેરેજની મુલાકાતે આવ્યા હતા. ફાયર ઓફિસર્સે વારંવાર લોકોને આ જગ્યા ખાલી કરવા વિનંતી કરી હતી પરંતુ માત્ર કેટલાંક જ તેમની વાત માની. નજીકના ભૂતકાળમાં આ સ્થળે થયેલા અકસ્માતોને જોતાં GFESના અધિકારીઓએ શહેર પોલીસને આ સ્થળે મુલાકાતીઓને આવવા પર પ્રતિબંધ મૂકવા કહ્યું છે.  સીનિયર ફાયર ઓફિસરે જણાવ્યું કે, જો આ રીતે બેરેજની સુરક્ષામાં છીંડા રહેશે તો આતંકીઓને આને નુકસાન પહોંચાડે તેવી શક્યતા છે. જે રીતે લોકો સેલ્ફી લેવા માટે બેરેજના દરવાજા પર ચડી જાય છે તેને ધ્યાનમાં રાખીએ તો સોમવારે ઘટેલી દુર્ઘટના આશ્ચર્યજનક નહોતી.