ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 19 મે 2018 (12:15 IST)

Amreli News - અમરેલીમાં મંડપ ખોલી રહેલા પાંચ મજૂરોના કરંટ લાગતા મોત

અમરેલી જિલ્લાના વડિયાના ભાયાવદર ગામે બનેલી એક ભયાનક ઘટનામાં કરંટ લાગવાથી પાંચ મજૂરોના કમકમાટીભર્યા મોત થયા છે. આ મજૂરો મંડપ ખોલી રહ્યા હતા ત્યારે તેઓ જે સ્ટેન્ડ પર ચઢ્યા હતા તે નજીકમાંથી પસાર થતી હાઈ ટેન્શન લાઈનને અડકી જતાં પાંચેય મજૂરો ગણતરીની સેકંડોમાં જ મોતને ભેટ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાયાવદર ગામે મગનબાપાના આશ્રમ ખાતે ચાલી રહેલી શિવકથાની પૂર્ણાહુતી બાદ મંડપ ખોલવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન જ આ ઘટના બની હતી.