મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 19 મે 2018 (14:02 IST)

ગુજરાતમાં 120થી પણ વધુ ઓટો કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ પ્લાન્ટ સ્થાપવા ઉત્સુક

ગુજરાતમાં 120થી પણ વધુ ઓટો કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ પોતાનો પ્લાન્ટ સ્થાપવા માટે ઉત્સુક છે. સીએમ રુપાણીએ શુક્રવારે મહાત્મા મંદિરમાં યોજાયેલા ઓટોમોબાઈલ કોમ્પોનન્ટ મેન્યુફે્ચરર્સ અસોસિએશનના બે દિવસિય કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમિટમાં 200 જેટલા ઓટો કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ અને તેમને સંલગ્ન ઈન્ડસ્ટ્રીઝે ભાગ લીધો છે.ગુજરાતમાં મારુતિ, ફોર્ડ, ટાટા તેમજ હોન્ડા સહિતના દિગ્ગજ કંપનીઓના પ્લાન્ટ આવેલા છે, અને હાલના દિવસોમાં રાજ્યમાં વાહનોનું ઉત્પાદન કરી રહેલા ઓટોમેકર્સ કમ્પોનન્ટ્સની અછતનો સામનો કરી રહ્યા છે, ત્યારે ઓટોપાર્ટ્સ મેન્યુફેક્ચરર્સ જો પોતાના પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપે તો તેનો બંનેને ફાયદો થશે.મારુતિ સુઝુકીના સૌથી મોટા સપ્લાયર ઉનો મિન્ડાએ વિઠલાપુરમાં બે પ્લાન્ટ સ્થાપવા માટે 450 કરોડ રુપિયાનુ રોકાણ કર્યું છે.

અન્ય મેન્યુફેક્ચરર પ્રિસિશન પ્લાસ્ટિક, પોલિપ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ પણ વિઠલાપુરમાં પ્લાન્ટ્સ સ્થાપવાની તૈયારીમાં છે. કંપની 120 કરોડ રુપિયાના ખર્ચે પ્લાન્ટ સ્થાપશે, જેનો પહેલો ફેઝ માર્ચ 2019 સુધી કાર્યરત થઈ જશે.ઓટોમોબાઈલ જાયન્ટ્સે પણ રાજ્યમાં રોકાણ કરવાના પોતાના પ્લાન જાહેર કર્યા છે. મારુતિ સુઝુકીના સીઈઓ કેનિચી અયુકાવાએ આ સમિટમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને મારુતિ સુઝુકી ગાંધીનગરમાં ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપશે, જેમાં 120 કરોડ રુપિયાનું રોકાણ કરવામાં આવશે. મારુતિ-સુઝુકી તોશિબાની સાથે લિથિયમ-આયન બેટરીનો પ્લાન પણ ગુજરાતમાં સ્થાપવા જઈ રહી છે, જેમાં 1200 કરોડ રુપિયાનું રોકાણ કરવામાં આવશે.