શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 મે 2018 (12:40 IST)

ડેડીયાપાડામાં પતિની નજર સામેજ મુસ્લિમ યુવક પત્નીને ભગાડી ગયો

ગુજરાતમાં દિવસે દિવસે ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ફરીવાર એક કિસ્સો ચર્ચામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ડેડીયાપાડા તાલુકાની આદિવાસી પરણિત મહિલા ને પતિ સામેજ મુસ્લિમ યુવાન ભગાડી ગયો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

મહિલા પરણિત હોવા છતાં પતિને ધક્કો મારી નીચે પાડી પત્નીને લગ્નેત્તર સંબંધ રાખવાના ઇરાદે મુસ્લિમ યુવાન ભગાડી જતાં તેના વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ડેડીયાપાડા તાલુકાના ગઢ ગામે રહેતા અંકિત વસાવા ગત તારીખ 17 ના રોજ સાંજે લગભગ 6-30 વાગે પોતાની પત્ની છાયાબેન સાથે બાઈક પર જતા હતા ત્યારે આસિફ ઉર્ફે પયો અશરફભાઈ મોગલએ ફરિયાદીનો પીછો કરી ડેડીયાપાડાથી કંકાલા ગામ વચ્ચે અટકાવી ઝપાઝપી કરી અંકિતને રોડ પર પાડી દીધો હતો. અંકિતની પત્નીને લગ્ન બહારના સંબંધ રાખવાના ઇરાદે ત્યાંથી લઈ ક્યાંક નાસી જતા અંકિત વસાવા એ ડેડીયાપાડા પોલીસ સ્ટેશને આશીફ મોગલ વુરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે એટ્રોસિટી સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.