મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 સપ્ટેમ્બર 2018 (13:22 IST)

ગાંધીનગર આઈબીમાં ફરજ બજાવતા પીએસઆઇ રહસ્યમ રીતે ગુમ

પોલીસ ખાતાની નોકરીમાં ઉપરી કર્મચારીઓ અને અધિકારીઓમાં વધી રહેલુ ટ્રેસનું પ્રમાણ દિવસે ને દિવસે ચિંતાજનક બની રહ્યું છે. તાજેતરમાં વડોદરામાં એક પીએસઆઇએ કામના ભારણના કારણે જાતે ગોળી મારીને આપઘાત કર્યો હતો. ત્યારે આજે ગાંધીનગરમાં આઇબીમાં ફરજ બજાવતા એક પીએસઆઇ રહસ્યમરીતે ગુમ થયા છે. ઘરેથી મળેલી ચિઠ્ઠીમાં ઉચ્ચ અધિકારીઓના ત્રાસના કારણે ઘર છોડીને ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ ઘટનાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી છે.

ગાંધીનગરના રાયસણમાં શુકન હાઇટ્સ ખાતે ફરજ રહેતા અને ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)માં ફરજ બજાવતા પીએસઆઇ અનિલભાઇ જોધાભાઈ પરમાર તા. ૨૫ને મંગળવારે સવારે ૧૦.૩૦ અરસામાં તેઓ નોકરી પર જવાનું કહીને ઘેરથી નીકળ્યા હતા. મોડી રાત સુધી રાહ જોવા છતાં તેઓ ઘેર પરત ફર્યા ન હતા અને મોબાઇલ પણ બંધ આવતો હતો. પરિવારજનોએ તપાસ કરતાં તેઓ નોકરી પણ ગયા ન હતા આખો દિવસ શોધખોળ કરવા છતાં કોઇ પત્તો ના મળતાં આખરે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરી હતી. પોલીસે પીએસઆઇની શોધખોળ હાથ ધરી છે.