ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 ઑગસ્ટ 2018 (12:54 IST)

પીએમ મોદીની ગુજરાતમાં પધરામણી, સ્ટેટ હાઈ વે 7 કલાક બંધ

વડાપ્રધાન  મોદી  આજે વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગરના એમ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી પહોંચ્યા છે. સુરત એરપોર્ટ ખાતે પીએમ મોદીનું મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના ભાજપના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે વલસાડ જવા રવાના થયા છે. પીએમ મોદી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત વલસાડ જિલ્લાના જૂજવા ગામ ખાતે યોજાનારા કાર્યક્રમમાં 1,15,551 લાભાર્થીઓને ઇ-ગૃહ પ્રવેશ આપશે. આ સાથે તેઓ બે લાખ લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી જોડાઇને તેમની સાથે વાતચીત કરશે. ત્યારબાદ જૂજવા ખાતે 600 કરોડ રૂપિયાના પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરશે. અને જાહેર સભા સંબોધશે. પીએમ મેદીની સભાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જ્યારે સ્ટેટ હાઈ વે પર સવારથી 7 કલાક માટે તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જાહેરસભા સ્થળ આસપાસના પાંચ કિલોમીટર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.જેમાં 1 ADGIP, 10 SP, 40 DYSP, 40 PI, 180 PSI, 1800 કોન્સ્ટેબલ, SRPની 1 ટીમ, બીડીડીએસની 4 ટીમ અને સ્પેશ્યલ ગાર્ડની કંપની ખડકી દેવામાં આવી છે.સભામાં કોઇ તકલીફ ન પડે તે માટે સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી 7 કલાકના સમયગાળા માટે વલસાડ ધરમપુર તાલુકાના ગામોમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે નં.67ના તમામ માર્ગો પરથી તમામ પ્રકારના વાહનોને પસાર થવા પર પ્રતિબંધ જાહેર કરતું જાહેરનામુ નિવાસી અધિક કલેકટર કમલેશ બોર્ડરે બહાર પાડ્યું છે. વલસાડ ધરમપુર તાલુકાના 17 જેટલા ગામોને આ સ્ટેટ હાઈવે જોડતો હોય ગુરૂવારે સવારે 7થી બપોરે 2 વાગ્યા સુધી હજારો વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડશે.છેલ્લા 3 દિવસથી પ્રવર્તી રહેલા વરસાદી માહોલના પગલે પીએમની સભાને અનુલક્ષી ડિઝાસ્ટર વિભાગે કન્ટ્રોલરૂમ શરૂ કરી દીધો છે. પીએમની જાહેર સભા માટે ડિઝાસ્ટર વિભાગ પણ સર્તક થઇ ગયું છે. ડિઝાસ્ટરને લગતી કોઇ પણ જાણકારી આ વિભાગના ફોન નંબર ઉપર આપી શકાશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.