શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :સુરેન્દ્રનગર: , શનિવાર, 22 જૂન 2019 (16:51 IST)

સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ કર્યો આપઘાત

સુરેન્દ્રનગરના અણિન્દ્રા ગામે રહેતા એક વેપારીએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વેપારીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે મૃતકની પત્નીએ 21 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના અણિન્દ્રા ગામે રહેતા એક વેપારી ફેબ્રિકેશનનું કારખાનું ધરાવે છે અને તેણે કેટલાક લોકો પાસેથી ઉછીના પૈસા લીધા હતા. આ પૈસા અને તેનું વ્યાજ ન ચૂકવી શકવાના કારણે વેપારી પર દબાણ વધતું જતું હતું. ત્યારે વેપારી પાસે વ્યાજખોરો દ્વારા અવારનવાર આકરી ઉઘરાણી કરવામાં આવી હોવાથી વેપારીએ કંટાળીને આપઘાત કરી લીધો હતો.
 
વેપારીએ આપઘાત કરી લેતા પરિવારમાં માતમ છવાયો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસ દ્વારા પરિવારજનોની પૂછપરછ કરવામાં આવતા મૃતકની પત્નીએ 21 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.