Lok Sabha Elections 2019 : હાર્દિક પટેલ થપ્પડકાંડની હકીકત, અહી જાણો કેમ પડ્યો થપ્પડ
ગુજરાતના સુરેન્દ્રનગરની એક રેલીમાં કોંગ્રેસ નેતા અને પાટીદાર આંદોલનના પ્રમુખ હાર્દિક પટેલને જે વ્યક્તિએ થપ્પડ મારી તેને હાર્દિક પટેલના સમર્થકોએ એટલો માર્યો કે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. આ થપ્પડકાંડને લઈને હાર્દિક પટેલ ભલે જ ભાજપા પર ગંભીર આરોપ લગાવી રહ્યો હોય પણ આ સ્ટોરી બિલકુલ અલગ છે.
ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરના એસપી મહેન્દ્ર બાગડિયા મુજબ તરુણ ગુજ્જર નામનો આ વ્યક્તિ કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી. તે એક સામાન્ય વ્યક્તિ છે અને તેને કોઈ પાર્ટી કે વ્યક્તિના દબાણમાં આવીને હાર્દિક પટેલને માર્યો નથી. આ તેનો ખુદનો નિર્ણય હતો. પોલીસ તેના પર કાયદાકીય કાર્યવાહી કરી રહી છે.
એ વ્યક્તિએ કેમ મારી થપ્પડ ? થપ્પડ માર્યા પછી હાર્દિક પટેલના સમર્થકોએ તરુણ ગુજ્જર નામના આ વ્યક્તિને એટલો માર્યો કે તેને દવાખાને લઈ જવો પડ્યો. દવાખાનામાં પહોંચેલ યુવકે મીડિયાને જણાવ્યુકે જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યુ હતુ એ સમયે મારી પત્ની ગર્ભવતી હતી. તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી. એ આંદોલનને કારણે મને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. એ સમયે મે નક્કી કરી લીધુ હતુ કે આ માણસને મે કોઈપણ રીતે સબક શિખવાડીશ.
ત્યારબાદ હાર્દિક પટેલે અમદાવાદમાં રેલી કરી. એ દરમિયાન જ્યારે હુ મારા બાળકની દવા લેવા જેમ તેમ કરીને મેડિકલ સ્ટોર પહોંચ્યો તો બધુ બંધ થઈ ગયુ હતુ. એ રસ્તાઓને બંધ કરી દે છે. એ જ્યારે પણ ઈચ્છે છે ત્યારે ગુજરાત બંધ કરી દે છે, એ શુ છે ? ગુજરાતનો હિટલર ?