ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 જુલાઈ 2019 (12:48 IST)

બગસરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય, પરેશ ધાનાણીના ગઢમાં પક્ષનો પરાજય

ભાજપે લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી હતી અને હવે નગરપાલિકાની ચૂંટણીમાં પણ જીત મેળવી છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીનાં ગઢ અમરેલીમાં પણ ગાબડું પડ્યું છે. અમરેલીની બગસરા નગરપાલિકામાં 5માંથી 4 બેઠકો પર ભાજપે કબજો મેળવ્યો છે. જ્યારે 1 બેઠક કોંગ્રેસનાં ફાળે આવી છે. મહત્વનું છે કે બગસરા પાલિકામાં ગત રવિવારે ચૂંટણી યોજાઇ હતી.

અમરેલીમાં સભ્યોની પેટા ચૂંટણીમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે. ભાજપના વિજયી ઉમેદવારોમાં વોર્ડ નં-2માં હંસાબેન માલવીયા 143 મતે વિજય થયા છે. વોર્ડ નં-3 આશાબેન દેશાણી 892 મતે, વોર્ડ નં-3 વિલાસબેન પાધડાલ 780 મતે, વોર્ડ નં-7 શિલ્પાબેન સોંનગરા 120 મતે વિજયી બન્યાં છે. કોંગ્રેસના ફાળે માત્ર 1 બેઠક જયસુખ મેર કોંગ્રેસ ફક્ત 30 મતે વિજયી મેળવી છે.

વિરમગામ નગરપાલિકા વોર્ડ નં-4 એક મહિલા બેઠક માટે પેટાચૂંટણીનું પરીણામ જાહેર થયું છે. કોંગ્રેસનાં તાઇ રાબીયાબાનુ ગુલાબરસૂલ 2327 મતે વિજયી બન્યા છે. હાલ ભાજપનાં 18 અને કોંગ્રેસનાં 18 સભ્યો થયા છે.
મહત્વનું છે કે બગસરા નગરપાલિકામાં ખાલી પડેલી પાંચ જગ્યાઓ માટે ચૂંટણીની જાહેરાત થઈ હતી જેમાં એક બેઠક બિનહરીફ થયા બાદ તા.7ને રવિવારના રોજ અન્ય ચાર બેઠકો માટે મતદાન યોજાયું છે. આ જ રીતે તાલુકા પંચાયતોની ખાલી પડેલી બેઠકો માટે પણ ચૂંટણીની જાહેરાત થઈ છે જેમાં સૌથી વધુ રાજુલા તાલુકા પંચાયતની 6, જાફરાબાદ તાલુકા પંચાયતની 3 અને બાબરા તાલુકા પંચાયતની 1 બેઠક માટે તારીખ 21નાં રોજ મતદાન થશે.