સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 2 ઑક્ટોબર 2019 (13:51 IST)

લ્યો બોલો કરો વાત! શહેરોમાં એર પોલ્યુશન માટે ઉદ્યોગો નહિ, માત્ર વાહનો જવાબદાર

અમદાવાદમાં ગુજરાતમાં હવાનું પ્રદુષણ કરવા માટે જવાબદાર ઔદ્યોગિક એકમો હવે માત્ર ને માત્ર વાહનો જ હવાના પ્રદુષણ માટે જવાબદાર હોવાનું જણાવીને ક્રિટીકલી પોલ્યુટેડ સિટીનું કલંક ભૂંસવામાં મદદ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આજે વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે હવાના પ્રદુષણ માટે ઉદ્યોગો કરતાં વાહન વધુ જવાબદાર છે. ઉદ્યોગોના ૩૦થી ૩૫ ટકા પ્રદુષણ સામે વાહનોનું પ્રદુષણ ૪૫થી ૪૮ ટકા જેટલું છે. આ સંજોગોમાં હવાના પ્રદુષણને નામે ગુજરાતની ઓદ્યોગિક વસાહતોને બહાર કાઢી આપવા માટે ભલામણ કરવા વિનંતી કરી હતી.

ક્રિટીકલી પોલ્યુટેડ ઔદ્યોગિક વસાહતોની કાળી ટીલી માથે લાગી હોવાથી વટવા-નારોલ, વાપી, વડોદરા અન ેસુરતના વેપાર ઉદ્યોગના અગ્રણીઓ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા ગયા હતા અને આ મુદ્દે તેમને રાહત મળે તે માટે કેન્દ્રમાં રજૂઆત કરવા વિનંતી કરી હતી.  મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળીને તેમણે રજૂઆત કરી હતી કે ઉદ્યોગોના પ્રદુષણ કરતાં વાહનોને કારણે થતું પ્રદુષણ ઘણુ જ વધારે છે. તેથી હવાના પ્રદુષણ માટે ઉદ્યોગોને જવાબદાર ગણવા જોઈએ નહિ. વાહનોના પ્રદુષણને રોકવા માટે તેમની સામે પગલાં લેવાવા જોઈએ. આ સંદર્ભમાં તેમણે અમદાવાદ અને વડોદરાના વાયુ પ્રદુષણના આંકડાઓ રજૂ કર્યા હતા.  

પોતાની રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ કરવા માટે તેમણે અર્બન એમિશનના આંકડાઓ રજૂ કર્યા હતા. અમદાવાદ અને સુરતમાં ૩૦ ટકા વાયુ પ્રદુષણ ઉદ્યોગોને પરિણામે થતં હોવાનુ ંતેમણે જણાવ્યું હતું. તેમાં પરિવહન ક્ષેત્ર એટલે કે વાહનો થકી થતું પ્રદુષણ ૪૫થી ૫૦ ટકાની આસપાસનું હોવાનું તેમણે જણાવ્યું હતું. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો તેમણે હવાના પ્રદુષણ માટે દોષનો ટોપલો ઉદ્યોગોને માથેથી ઉતારીને વાહન ચલાવનારાઓને માથે નાખી દેવાનો પ્રયાસ કર્યો છે. વાસ્તવમાં વાહન કરતાંય ખતરનાક સલ્ફલ ડાયોક્સાીટ અને કાર્બન ડાયોક્સાઈડ જેવા જોખમી વાયુઓનું પ્રદુષણ ઉદ્યોગો થકી વધુ થતું હોવાનું જોવા મળ્યું છે.

એક તરફ સરકાર પર્યાવરણમાં આવી રહેલા બદલાવ માટે પ્રદુષણને જવાબદાર ગણીને વૃક્ષોનું વાવેતર કરીને તથા પ્રદુષણ નિયંત્રણ કરવા માટેના અન્ય પગલાં લઈ રહી છે ત્યારે ઉદ્યોગોએ તેમના થકી થતું પ્રદુષણ ઓછું કરવાના  તેઓ કઈ રીતના પગલાં લઈ રહ્યા છ ેતેનો ખ્યાલ આપીને પછી અન્યોની ભૂલ તરફ આંગળી ચીંધવી જોઈએ. તેને બદલે તેમણે દોષનો ટોપલો વાહન ચાલકોને માથે નાખી દઈન ેજવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો.

આ જ ઉદ્યોગો એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ક્રિટીકલી પોલ્યુટેડ એરિયા તરીકેનું તેમની ઔદ્યોગિક વસાહતોને માથે લાગેલું કલંક ભૂંસી આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રજૂઆત કરવા ગયા હતા ત્યારે પ્રધાન મંત્રીએ તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે મારે ભાવિ પેઢીને વારસામાં પોલ્યુશન આપીને જવું નથી. તેથી તે સિવાયની અન્ય કોઈ વાત હોય તો કરો. પ્રધાનંમંત્રીના આ જવાબ પછીય તેમણે પોલ્યુશન ઘટાડવાના પગલાં લેવાને બદલે અન્યોને માથે તે જવાબદારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનું પર્યાવરણ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે