1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 18 માર્ચ 2021 (08:46 IST)

આ તો કેવી દારૂબંધી!!! પાર્ટી પ્લોટ ચાલી રહી હતી દારૂની મહેફિલ, 3 મહિલા સહિત 10ની ધરપકડ

અલથાણના એક પાર્ટી પ્લોટમાં દારૂની પાર્ટી ચાલી રહી હતી. ખટોદરા પોલીસે રેડ પાડીના મોટા ખાનદાનના 7 યુવકો અને 3 મહિલાઓ સહિત 10 લોકોની ધરપકડ કરી છે. ખટોડરા પોલીસે મંગળવારે રાત્રે અલથાણ પાંડેસર ખાડી બ્રિજ પાસે કેશવ પાર્ટી પ્લોટમાં દારૂની પાર્ટી ચાલતી હોવાની ગુપ્ત જાણકારી મળી હતી. 
 
ડી-સ્ટાફે પાર્ટી પ્લોટમાં રેડ પાડીને દારૂના નશામાં ઝૂમી રહેલા યુવકો અને ત્રણ મહિલાઓની ધરપકડ કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી દારૂની ખાલી બોતલો, ગ્લાસ, બરફ, પાણીની બોટલો, 9 મોબાઇલ અને કેશ સહિત 3.68 લાખનો સામના જપ્ત કર્યો છે. પોલીસે દારૂની પાર્ટીનું આયોજન કરનાર મહિલાની પણ ધરપકડ કરી હતી, પરંતુ ગર્ભવતી હોવાના લીધે તેણે દારૂનું સેવન કર્યું ન હતું. ધરપકડ કરવામાં આવેલા દારૂડિયા મોટાભાગે એકબીજાના સંબંધીઓ છે. તેમાં ત્રણ દંપત્તિ છે. 
 
ધરપકડ કરવામાં આવેલા શૈલેષ પટેલ કેમિકલ કંપની અને પ્રતીક પટેલ હજીરાની કંપનીમાં એંજીનિયર છે. વિરલ પટેલ બિલ્ડરનો બિઝનેસ કરે છે. જય પટેલનો ઝીંગાના તળાવ છે. આ ઉપરાંત નીલ પટેલ ડૂમસ રોડ પર એક કોલેજમાં મિકેનિકલ એંજીનિયરિંગમાં ભણે છે. પુકાર પટેલ અને પિંકેશ પટેલ ખેતી કરે છે. 
 
પાર્ટી પ્લોટના માલિક પુકાર પટેલ છે. પુકાર પટેલે જ ઉધનામ રેલવે ટ્રેક પાસે દારૂની મંગાવ્યો હતો. જોકે આ વાત ગળે ન ઉતરી, કારણ કે પોલીસની રેડમાં મળી આવેલો દારૂ મોંઘો છે. જેનું ઉધના રેલવે ટ્રેક પર મળવું મુશ્કેલ છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. 
 
પાર્ટીમાં હાજર ત્રણ મહિલાઓ પણ અમીર ઘરની વહૂઓ હતી. આખી રાત ત્રણેય મહિલાઓને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પાર્ટીમાં મોટા નેતાઓથી માંડીને ગાંધીનગર સુધી ફોન લગાવતા રહ્યા. ખટોદરા પોલીસે કોઇની વાત સાંભળી જ નહી સખત કાર્યવાહી કરી. 
 
પોલીસે પાર્ટીમાં દારૂ પીનારા 10 લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી તો શરૂ કરી દીધી, પરંતુ ત્યાં ઉભેલી મોંઘી ગાડીઓને કબજામાં લીધી નહી. તેથી પોલીસ કાર્યવાહી સામે સવાલ ઉભા થવા લાગ્યા છે. તમને જણાવી દઇએ કે પોલીસે એરપોર્ટ ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી કરીને ગાડીઓને પણ જપ્ત કરી હતી. 
 
પોલીસની ટીમે અલથાણ-પાંડેસર ખાડીના કિનારે કેશવ પાર્ટી પ્લોટમાં રેડ પાડી હતી. ઘટનાસ્થળેથી 10 લોકોને દારૂના નશામાં ધૂત ધરપકડ કરવામાં આવ્યા હતા . તેમાં ત્રણ મહિલાઓ છે.