શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (11:21 IST)

સુરતમાં કબૂતર ચોરીના આરોપમાં 3 કિશોરોએ એક કિશોરની હત્યા કરી

સુરતના ડીંડોલી વિસ્તારમાં અપહરણ થયેલા 13 વર્ષની બાળકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. કબૂતર ચોરીનો આરોપ મૂકી બાળકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. પોલીસે બનાવમાં બે કિશોરની ધરપકડ કરી હતી.સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા સૂરજ મોરે ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે સવારે શંકર અને તેની પત્ની છાયા નોકરીએ ગયા હતા અને તેમનો 13 વર્ષનો પુત્ર રાજ ઘરે હતો. 
આ દરમિયાન રાજ રવિવારે સવારે 10 વાગ્યાના અરસામાં ગુમ થઈ ગયો હતો. બપોરે 2 વાગ્યે જ્યારે તેની માતા નોકરીએથી પરત આવી ત્યારે તેની શોધખોળ હાથ ધરી હતી. જોકે તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. બાદમાં તેમણે બાળકના પિતાને જાણ કરતા તેમને પણ શોધખોળ હાથ ધરી હતી. જોકે રાજનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આખરે પરિવારજનોએ ડિંડોલી પોલીસ મથકમાં રાજની અપહરણની ફરિયાદ નોંધાવી હતી. 
પોલીસ તપાસ શરૂ કરે તે પહેલાં જ રાત્રે 10 વાગ્યાના અરસામાં ભેસ્તાન સ્વપ્ન સૃષ્ટિ રો-હાઉસની બાજુમાં આવેલ મેદાનની ખુલ્લી રૂમમાંથી રાજની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં જ ડિંડોલી પોલીસ અને ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. પોલીસે તાત્કાલિક ધોરણે આ બનાવમાં સોસાયટીના સીસીટીવી ફૂટેજ અને લોકોના નિવેદન નોંધવાનું શરૂ કર્યું હતું. દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે રાજ સોસાયટીના જ અન્ય 3 બાળકો સાથે જતા નજરે પડ્યો હતો. જેના આધારે પોલોસે 3 પૈકી 2ની પૂછપરછ હાથ ધરી હતી. આખરે બંન્ને બાળકો પૂછપરછ દરમિયાન ભાંગી પડ્યા હતા અને પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપી બાળકને ત્યાંથી સફેદ કબૂતર મૃતક રાજના ઘરે ઉડીને ગયું હતું. જેથી તેને જ કબૂતરની ચોરી કરી હોવાની આશંકાએ રાજને પાણી સપ્લાયનું કામ અપાવવાની લાલચ આપી હતી અને પોતાની સાથે ભેસ્તાન લઈ ગયા હતા.