જાતિના પ્રમાણપત્રને લઇને ભાજપના ધારાસભ્યને હાઇકોર્ટનું તેડૂ
ગુજરાતની મોરવા હડફ સીટ પરથી ભાજપના ધારાસભ્ય નિમિષા સુથારના જાતિના પ્રમાણપત્રને પડકાર ફેંકનાર અરજી પર હાઇકોર્ટે ભાજપના ધારાસભ્ય, ચૂંટણી અધિકારી અને ચૂંટણી કમિશનરે તેડુ મોકલ્યું છે. કેસમાં ન્યાયમૂર્તિ નિખિલ એસ કરિયલ તરફથી જાહેર કરવામાં આવેલા સમન્સમાં નિમિષાબેન સુથાર સહિત અન્યને 2 ઓગસ્ટ પહેલાં હાઇકોર્ટ સમક્ષ રજૂ થવા માટે કહેવામાં આવ્યું છે.
ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ આ ચૂંટણી અરજી મોરવા હડફ સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર રહેલા સુરેશ કટારાએ દાખલ કરી હતી. કટારાએ સુથાર દ્વારા ચૂંટણી કમિશને આપેલા જાતિના પ્રમાણપત્રને ખોટું અને અસત્યાપિત ગણાવતાં તેમની ચૂંટણીને રદ કરવાના નિર્દેશ કરવાની માંગ કરી હતી.
પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા સીં અનુસૂચિત જનજાતિ (એસટી)ના ઉમેદવાર માટે અનામત છે. આ વર્ષે 2 મેના રોજ આ સીટ પર યોજાયેલી પેટાચૂંટણીમાં નિમિષા સુથારે સુરેશ કટારાને હરાવ્યા હતા.