રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 જાન્યુઆરી 2018 (15:00 IST)

થિયેટર માલિકોનો પદમાવત ફિલ્મ નહીં બતાવવાનો નિર્ણય આવકારુ છું - નિતિન પટેલ

આજે નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિને લઈ તમામ ધારાસભ્યો હાજર રહ્યા છે. તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી. જેમાં તેમણે ખેડૂતોને મળનારા સિંચાઈ માટેના પાણીથી લઈને 'પદ્માવત' વિવાદ અંગે વાતો કરી હતી. નીતિન પટેલે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા અંગે જણાવ્યું હતું કે, ખેડૂતોને 15 માર્ચ સુધી સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવામાં આવશે.

ગુજરાત સરકાર ખેડૂતો માટે કામ કરે છે. માત્ર એટલું જ નહીં, તેમણે સંજય લીલા ભણશાલીની વિવાદાસ્પદ ફિલ્મ 'પદ્માવત' અંગે વાત કરતા કહ્યું કે, ગુજરાત સરકારે ફિલ્મ 'પદ્માવત'ની રીલિઝ પર પ્રતિબંધ મુક્યો છે. પરંતુ સુપ્રીમ કોર્ટના ચૂકાદાને કારણે ફિલ્મ રીલિઝ કરવી પડે એવી સ્થિતિ છે, ત્યારે સિનેમા માલિકોએ સ્વયંભૂ 'પદ્માવત' રીલિઝ ના કરવાના નિર્ણય સ્વીકારું છું. જ્યારે વિપક્ષ પર ટીપ્પણી કરતા પટેલે કહ્યું કે,પહેલી વખત વિપક્ષમાં ચૂંટાયેલા ધારાસભ્યો ઉત્સાહીમાં આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે પાસ કન્વીનર હાર્દિક પટેલે પણ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી જણાવ્યું કે, રાજપૂતોના સ્વમાનમાં કોઈ ખોટ ના રહેવી જોઈએ અને સમગ્ર રાજ્યમાં 'પદ્માવત'નો ઉગ્ર વિરોધ થઈ રહ્યો હોય ત્યારે ગુજરાતમાં ફિલ્મ પર પ્રતિબંધ રાખવો જોઈએ.