મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 13 માર્ચ 2021 (14:26 IST)

ગુજરાતમાં મહાપાલિકાના વિસ્તારોમાં ધુળેટી ઉજવણી નહિ કરવાનો રાજ્ય સરકારનો મોટો નિર્ણય

ગુજરાતમાં વધતા જતા કોરોના કેસના મામલે રાજ્ય સરકારે ધુળેટીની ઉજવણીને લઈને મોટો નિર્ણય કર્યો છે. જેમાં મહાનગરપાલિકામાં આવતા વિસ્તારોમાં ધુળેટી ઉજવણી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના મહાનગરપાલિકા વિસ્તારમાં ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેમાં ક્લબ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટમાં ધૂળેટીની ઉજવણી નહીં થઇ શકે. તો આ અંગે આગામી સમયમાં રાજ્ય સરકાર સત્તાવાર રીતે જાહેરાત કરી શકે છે અને ગ્રામીણ વિસ્તારોમાં ધૂળેટી ઉજવણી માટે આંશિક છૂટછાટ આપવામાં આવી શકે છે.