રવિવાર, 27 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 ફેબ્રુઆરી 2022 (14:51 IST)

નો ટોબેકો ડે એવોર્ડ 2022 માટે નોમિનેશન્સ પ્રક્રિયા શરૂ, આ છે નોમિનેશન્સ ફોર્મ મોકલવાની અંતિમ તારીખ

સર્વવિદિત છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)દ્વારા વર્લ્ડ નો ટોબેકો ડે (WNTD) પ્રસંગે તમાકુ પર અંકુશ લાવવા જેમણે ઉદાહરણીય યોગદાન આપ્યું છે તેમનું સન્માન કરવામાં આવે છે. જેના માટે વર્લ્ડ નો ટોબેકો એવોર્ડ 2022 એનાયત કરવામાં આવશે. WNTDનું થીમ વર્ષ 2022 માટે ‘તમાકુ - આપણા પર્યાવરણ માટે ભયજનક’ રાખવામાં આવ્યું છે. આ અભિયાન દ્વારા  કલ્ટીવેશન, પ્રોડક્શનથી લઈને વિતરણ અને કચરા સુધીની તમાકુની પર્યાવરણીય અસરો વિશે લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરવામાં આવે છે. આનાથી તમાકુનું વ્યસન ધરાવતા લોકોને તમાકુ છોડવા માટેનું વધુ એક કારણ પણ મળશે. આ અભિયાન દ્વારા ટોબેકો ઈન્ડસ્ટ્રી દ્વારા તેમના હિત અને પ્રોડક્ટ્સ પર્યાવરણને અનુકૂળ છે એવા તેમના માર્કેટિંગ વ્યૂહને પણ ખુલ્લો પાડવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.
 
આ અંતર્ગત એવા યોગ્યતાપ્રાપ્ત વ્યક્તિઓ, સંસ્થાઓ, એનજીઓ/પાર્ટનર્સ વગેરે પાસેથી નોમિનેશન્સ મંગાવવામાં આવે છે કે જેમણે WHO Framework Convention on Tobacco Control (WHO FCTC) અંતર્ગતની નીતિઓ અને પગલાંઓને આગળ ધપાવવામાં અને તેની માર્ગદર્શિકાઓને અનુસરવા  યોગદાન આપ્યું છે.
 
આ હેતુ માટે નોમિનેશન્સ માટેનું ફોર્મ અહીં પ્રકાશિત કર્યુ છે. આ અંગેની વધુ વિગતો માર્ગદર્શિકા સહિત http://www.who.int/news-room/articles-detail/world-no-tobacco-day-2022-awards પર ઉપલબ્ધ છે.
 
માર્ગદર્શિકા અનુસાર, ટાઈપ કરેલા નોમિનેશન્સ ફોર્મ્સ (અંગ્રેજીમાં અથવા WHOની અન્ય અધિકૃત ભાષામાં)ની સોફ્ટ કોપીઝ, [email protected]ને નકલ રવાના કરીને ડો. જગદીશ કૌરને [email protected] પર ઈમેઈલથી મોકલવાની રહેશે.
 
આ નોમિનેશન્સ ફોર્મ મોકલવાની અંતિમ તારીખ 1 માર્ચ, 2022 છે.
 
WHO વર્લ્ડ નો ટોબેકો ડે એવોર્ડ 2022 માટેનું નોમિનેશન ફોર્મ
 
આ નોમિનેશન ફોર્મ અરેબિક, ચાઈનીઝ, ઈંગ્લિશ, ફ્રેન્ચ, રશિયન અથવા સ્પેનિશમાં ટાઈપ કરેલું હોવું જોઈએ. હસ્તલિખિત ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.