મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (13:48 IST)

12 વર્ષના રેકોર્ડ સ્તર પર પહોંચી દેશમાં જથ્થાબંધ મોંઘવારી, શાકભાજી દૂધ અને ઈંડાના ભાવ વધવાની અસર, જાણો ક્યારે મળશે રાહત

November WPI Inflation Data: દેશમં મોઘવારી વધતી જઈ રહી છે. નવેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારીનો દર  (Wholesale Price Index – WPI) 12.54 ટકાથી વધીને 14.2 ટકા થઈ ગઈ છે. જથ્થાબંધ મોંઘવારીનો આ આંકડો 12 વર્ષના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે.  ઈધણ અને વીજળીની કિમંતોમાં વધારાને કારણે થોક મોંઘવારીમાં વધારો નોંધવામાં આવ્યો છે. કોર મોંઘવારીનો દર 11.90 ટકાથી વધીને 12.20 અને સપ્ટેમ્બર મોંઘવારી દરના આંકડાને સંશોધિત કરવામાં આવ્યા છે. હવે આ 10.66 ટકાથી વધીને 11.80 ટકા થઈ ગઈ છે. 
 
મોંઘવારીના આંકડા પર એક નજર - મંગળવારે રજુ કરાયેલ જથ્થાબંધ મોંઘવારીનો દર (Wholesale Price Index – WPI)ના આંકડા મુજબ ખાવા પીવાની વસ્તુઓવાળા જથ્થાબંધ મોંઘવારી 3.06 ટકાથી વધીને 6.70 ટકા થઈ ગઈ છે. 
 
12 વર્ષના રેકોર્ડ સ્તર પર પહોંચી દેશમાં જથ્થાબંધ મોંઘવારી. શાક દૂધ અને ઈંડાના ભાવ વધવાની અસર, જાણો ક્યારે મળશે રાહત 
 
આ ઉપરાંત ફ્યુલ એંડ પાવરની થોડ મોંઘવારી 37.18 ટકાથી વધીને 39.81 ટકા થઈ છે. ઈંડા અને માસની જથ્થાબંધ મોંઘવારી 1.98 ટકાથી વધીને 9.66 ટકા થઈ ગઈ છે.