મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 30 એપ્રિલ 2019 (13:43 IST)

લ્યો બોલો ટ્રાફિક ઈ મેમોના કારણે લગ્ન થતાં યુવકે ટ્વિટર પર પોલીસનો આભાર માન્યો

અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસનાં એક ઈ-મેમો એક લવ સ્ટોરીને અંજામ સુધી પહોંચાડી દીધી. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન પર ફડાયેલા ઈ-મેમોને કારણે યુવકના પરિવારને તે કોઈ યુવતી સાથે રિલેશનશીપમાં હોવાનું જાણી ગયા હતા. ત્યારબાદ યુવક અને યુવતી બંનેનાં પરિવારો લગ્ન માટે રાજી થઈ ગયા હતા. ખાસ વાત તો એ છે કે, લગ્ન નક્કી થવા પર યુવકે આ મેમો માટે અમદાવાદ ટ્રાફિક પોલીસને ટ્વીટ કરીને ધન્યવાદ કહ્યુ હતુ.અમદાવાદ પોલીસનો ઈ-મેમો શનિવારે યુવકના ઘરે પહોંચ્યો હતો. જેમાં પોલીસે તેની પર 100 રૂપિયાનો દંડ લગાવ્યો હતો. ઈ-મેમોમાં ફોટામાં યુવકની બાઈક પાછળ એક છોકરી બેઠેલી દેખાઈ હતી. ત્યારબાદ યુવકના માતા-પિતાએ ફોટા વિશે પુછતાં યુવકે યુવતી સાથે રિલેશનશીપમાં હોવાનું સ્વીકાર્યુ હતુ. ત્યારે યુવકના માતા-પિતાએ યુવતીના માતા-પિતાને બોલાવીને લગ્ન નક્કી કરી દીધા હતા. આ આખી ઘટના બાદ યુવકે ટ્વીટર પર પોલીસને ટેગ કરીને લખ્યુ હતુ, મને પોસ્ટ દ્વારા આ મેમો મળ્યો અને તેની સાથે એક હાસ્યાસ્પદ ઘટના પણ થઈ. આ મેમો સાથે આવેલા ફોટોમાં હું અને મારી ગર્લફ્રેન્ડ દેખાતા હતા. પહેલાં મારા માતા-પિતા તેના વિશે જાણતા ન હતા, પરંતુ આ મેમોને કારણે હવે બધુ જ જાણી ગયા છે.યુવકની આ ટ્વીટને અમદાવાદના સીપી એડમિનિસ્ટ્રેશન વિપુલ અગ્રવાલે “જોર કા ઝટકા ધીરે સે”ની ટેગલાઈન સાથે રિટ્વીટ કર્યુ હતુ. જોકે, યુવકે તેની પ્રાઈવસીને કારણે તેની ઓળખ છતી નથી કરી, પરંતુ તેના અમુક દોસ્તોએ જણાવ્યુ હતુકે, તે લાંબા સમયથી ડરના કારણે તેના માતા-પિતાને તેની ગર્લફ્રેન્ડ વિશે કહી શકતો ન હતો. પરંતુ પોસ્ટમેનના હાથે ન પહોંચેલા પોલીસના ચાલને મુશ્કેલી સરળ કરી દીધી હતી.