1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 ફેબ્રુઆરી 2022 (18:23 IST)

શાળાઓને લઇ મોટા સમાચાર, સોમવારથી શાળામાં ઓફલાઇન વર્ગો શરુ, શિક્ષણમંત્રીએ ટ્વીટ કરીને આપી માહિતી

હવે ગુજરાતનાં બાળકોને ફરી દફતર પાટી લઈને તૈયાર થઇ જવાની જાહેરાત શિક્ષણમંત્રી અને ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પોતે કરી છે.  તેમણે જણાવ્યું હતું કે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરામર્શ અને કોર ગ્રુપમાં ચર્ચા કર્યા બાદ તેમની સૂચના પ્રમાણે કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતાં અને વિદ્યાર્થીના અભ્યાસમાં મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર 7મી ફેબ્રુઆરીથી જૂની SOP પ્રમાણે ધોરણ 1થી 9નું ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે. 7મી જાન્યુઆરીથી ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરાયું હતું.

 
ગુજરાતમાં સતત બે દિવસથી કોરોનાના નવા કેસ ઘટ્યા છે.  જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 94.28 ટકા થઈ ગયો છે. જોકે સતત 6ઠ્ઠા દિવસે નવા કેસ 10 હજારથી ઓછા નોંધાયા છે. તેમજ વેન્ટિલેટર પરના 248 દર્દી થઈ ગયા છે. રાજ્યમાં છેલ્લા 8 દિવસથી 30થી વધારે દર્દીના મોત નોંધાઈ રહ્યા છે. 28 જાન્યુઆરીએ 30, 29 જાન્યુઆરીએ 33, 30 જાન્યુઆરીએ 30, 31 જાન્યુઆરીએ 35, 1 ફેબ્રુઆરીએ 38, 2 ફેબ્રુઆરીએ 34, 3 ફેબ્રુઆરીએ 34 અને 4 ફેબ્રુઆરીએ 35 એમ કુલ 269 દર્દીના મોત નોંધાયા છે. 2021માં 1 જુલાઈથી 31 ડિસેમ્બર સુધી 59 દર્દીના મોત થયા હતા. જ્યારે 2022ના જાન્યુઆરીના માત્ર 31 દિવસમાં જ 355 દર્દીના મોત થયા હતાં. 251 દિવસ બાદ 38 જેટલો મોતનો આંક થયો હતો. અગાઉ 26 મેના રોજ 36 મોત નોંધાયા હતા.