શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (15:09 IST)

Omicron in Gujarat-ગુજરાતના વિજાપુરમા પિલવાઈમાં ઓમિક્રોનનો પાંચમો કેસ, કોરોના સંક્રમિત સાસુ-વહુમાંથી વહુનો રિપોર્ટ પોઝિટિવ

Omicron in Gujarat-ગુજરાતના વિજાપુરમા પિલવાઈમાં ઓમિક્રોનનો પાંચમો કેસ, કોરોના સંક્રમિત સાસુ-વહુમાંથી વહુનો રિપોર્ટ પોઝિટિવ
 
ઓમિક્રોન વાયરસ(Omicron Virus) ના કેસ સતત વધી રહ્યા છે આ વચ્ચે ગુજરાતમાં ઓમિક્રોનના પાંચમો કેસ મળી આવ્યુ છે. ઓમિક્રોન ગામડાંમાં પહોંચ્યો:ગુજરાતનો પાંચમો કેસ વિજાપુરના પિલવાઈમાં નોંધાયો. 
 
6 દિવસ પહેલા કોરોના સંક્રમિત સાસુ-વહુમાથી વહુનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. 
 
કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ બાદ હવે ઓમિક્રોન દુનિયા માટે ચિંતાનું કારણ બની રહ્યો છે. ઓમિક્રોનને ખતરનાક માનવામાં આવે છે કારણ કે તેના ફેલાવાનો દર ખૂબ જ ઝડપી છે. ભારતમાં પણ 73 થી વધુ કેસ નોંધાયા છે. બુધવારે કેરળમાં ઓમિક્રોનના ચાર નવા કેસ મળી આવ્યા હતા. આ સાથે રાજ્યમાં આ સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે. 
 
કોરોનાના નવા વેરિએન્ટના નવા કેસો સતત સામે આવી રહ્યા છે. બુધવારે કુલ 12 વધુ કેસ મળી આવ્યા હતા. અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, કેરળ, ગુજરાત, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ચંદીગઢ અને પશ્ચિમ બંગાળમાં ઓમિક્રોનના કેસ નોંધાયા છે. કોરોનાનું ઓમિક્રોન પ્રકાર સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું હતું. હવે આ પ્રકાર લગભગ 70 દેશોમાં ફેલાઈ ગયો છે.