બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 9 ઑક્ટોબર 2021 (14:31 IST)

એસજી હાઇવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના, યુવતિએ બાઇકને અડફેટે લીધી

શહેરમાં ચોમાસાના કારણે રસ્તાઓની હાલત ખરાબ થઇ ગઇ છે. જેને રિપેર કરવા માટે કરોડોના ખર્ચે કામગીરી હાથ ધરાઇ છે. ત્યારે અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમા જાણીતા બિલ્ડરની પુત્રીએ આ અકસ્માત સર્જ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં એક કરતા વધારે યુવકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે શહેરમાં પણ ચકચાર મચી જવા પામી છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ઈસ્કોન બ્રિજ પર અજાણ્યા વાહનચાલકે મહિલાને અડફેટે લેતા મહિલા 20 ફૂટ દૂર ઉછળીને પડી હતી. આ અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. આ દરમિયાન એક જાગૃત  નાગરિકે પોલીસને ફોન કરી અકસ્માત અંગે જાણ કરી હતી. 
 
આ ઉપરાંત થોડાક સમય પહેલાજ શિવરંજની ચાર રસ્તા પાસે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમા પર્વ શાહ નામના યુવકે ફુટપાથ પર સૂતેલા લોકોને કચડી નાખ્યા હતા.