શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 1 મે 2021 (09:21 IST)

આજથી ગાંધીધામ થી કોલકાતા વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સંખ્યાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ અને કોલકાતા વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેન 01 મે 2021 (વન ટ્રીપ) ના રોજ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે: -
 
●     ટ્રેન નંબર 09417 ગાંધીધામ - કોલકાતા સુપરફાસ્ટ સ્પેશિયલ (વિશેષ ભાડા સાથે)
 
ટ્રેન નંબર 09417 ગાંધીધામ - કોલકાતા સ્પેશિયલ 01 મે 2021 શનિવારે સવારે 6:00 કલાકે ગાંધીધામ થી ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 04:00 કલાકે કોલકાતા પહોંચશે. આ ટ્રેન માર્ગમાં ભચાઉ, સામખીયાળી, અમદાવાદ, વડોદરા, સુરત, નંદુરબાર, જલગાંવ, ભુસાવળ, અકોલા, બડનેરા, વર્ધા, નાગપુર, ગોંડિયા, દુર્ગ, રાયપુર, ઝારસુગુડા, રાઉરકેલા, રાંચી, બોકારો સ્ટીલ સીટી, ધનબાદ, આસનસોલ, વર્ધમાન અને બુંદેલ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ સીટિંગ ના રિઝર્વ કોચ રહેશે.
 
ટ્રેન નંબર 09417 નું પેસેન્જર આરક્ષણ 30 એપ્રિલ 2021 ના ​​રોજ તમામ કોમ્પ્યુટરાઇઝ્ડ યાત્રી આરક્ષણ કેન્દ્ર અને આઈઆરસીટીસી વેબસાઇટથી શરૂ થશે.
 
ટ્રેનોની રચના, આવર્તન, ઓપરેટિંગ દિવસો અને ટ્રેનોના સ્ટોપેજ તથા ટ્રેનો ના આગમન અને પ્રસ્થાન ની વિસ્તૃત માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટ વાળા મુસાફરોને જ આ સ્પેશિયલ ટ્રેન માં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ -19 થી સંબંધિત તમામ ધોરણો અને એસઓપી અનુસરવા વિનંતી કરી છે.