બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 ફેબ્રુઆરી 2022 (08:05 IST)

ઓનલાઈન શિક્ષણને લીધે 80 ટકા બાળકો ઈન્ટરનેટનો દુરુઉપયોગ કરતા થયા

તરુણો અને યુવાનો પર સ્માર્ટ ફોન અને નેટની કેવી અસરો થઇ છે તે જાણવા મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં એમ.એ.ની વિદ્યાર્થિની કર્તવી ભટ્ટે 270 તરુણો અને 360 યુવાનો પાસેથી માહિતી મેળવી કરેલા સર્વેના તારણોમાં મોબાઈલના અતિરેક તરફ આંગળી ચીંધાઈ છે. સર્વેમાં 45% યુવાનો ઈન્ટરનેટની લતથી ગ્રસિત છે અને જેની તેમના જીવન પર નકારાત્મક અસર પડી રહી છે. 13થી 18 વર્ષના લગભગ 81% બાળકો દરરોજના બે કલાક ઈન્ટરનેટ સાથે પસાર કરે છે. આમાંના લગભગ 13થી 14% કિશોર દિવસના ચાર કલાક ઇન્ટરનેટ સાથે પસાર કરે છે. સર્વેમાં સામે આવ્યું છે કે દર પાંચમાંથી એક બાળક સાઇબર બુલિંગ (સોશિયલ મીડિયા પર કોઈના દ્વારા હેરાન કરવું) નો શિકાર બને છે. ઇન્ટરનેટ પર વધારે સમય પસાર કરવાથી અભ્યાસ પર અને મૂડ પરિવર્તન પર અસર પડી શકે છે.રોજના 5 થી 10 કલાક ઓનલાઈન રહેવું, ઘરમાંથી બહાર ઓછું નીકળવું, જમતી વખતે અથવા કોઈ કાર્ય કરતી વખતે પણ સ્ક્રીનની સામે રહેવું, મિત્રો અને પરિવાર સાથે સારી રીતે ન રહી શકે, વારંવાર ઈમેલ ચેક કરવા, પોતાને અનુભવી નેટ યૂઝર્સ સમજવું, અભ્યાસ વખતે પણ ઓનલાઈન રહેવું, હંમેશા પોતાને એકલા અને રૂમમાં વધારે કમ્ફર્ટેબલ માનવું.