શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 ઑક્ટોબર 2020 (09:03 IST)

ભાજપના સ્નેહ ભોજનનો ઇંડા ફેંકી કર્યો વિરોધ, કોરોનામાં ગરબાની પરવાનગી નહી તો દાવત કેમ?

યોગી ચોકમાં રવિવારે રાત્રે ભાજપનો સ્નેહ ભોજ વિવાદમાં આવી ગયો છે. હંગામો ત્યારે થયો જ્યારે કાર્યક્રમ દરમિયાન ઇંડા ફેંકવામાં આવ્યા. આ વિરોધની જવાબદારી પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)એ લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘારી બસગરા ખાંભા વિધાનસભા ક્ષેત્રમાં જેવી કાપડિયા કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાયા ત્યારે ભાજપે વિજય વિશ્વાસ સંમેલન આયોજિત કર્યું હતું. તેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, મંત્રી હકૂબા જાડેજા, કુમાર કાનાણી, મેયર જગદેશ પટેલ, વીડી ઝાલાવાડિયા, દર્શના જરદોષ, કાંતિ બલર, ઘોઘારી સહિત ઘણા નેતા હાજર હતા. 
 
પાસના કન્વીનર ધાર્મિક માલવીયનું કહેવું છે કે કોરોનાકાળમાં ગરબા અટકાવનાર સરકારના નેતા પોતાના રાજકીય કાર્યક્રમોમાં ભીડ એકઠી કરી રહ્યા છે. માલવીયએ સ્વિકાર કર્યો કે આ વિરોધમાં રાત્રે 8 વાગે કાર્યકર્તાઓએ ઇંડા ફેંક્યા. ઇંડા સીઆર પાટીલ અને જેવી કાકડિયાના પગ પાસે પડ્યા હતા. પક્ષપલટુને હરાવો એવી બુમ પાડી યુવાનો ભાગી ગયા હતા.
 
ભાજપના કાર્યકરો ઇંડુ ફેકનારને પકડવા દોડયા પરંતુ તે હાથ લાગ્યા નહોતા. આ ઘટના અંગે ધારીના ઉમેદવાર જે.વી.કાકડીયાએ જણાવ્યું હતું કે, ગામડાઓમાંથી મને મોટુ સમર્થન મળી રહ્યું છે. મારા મતદારોએ મને આજે વિજય વિશ્વાસ સંમેલન માટે બોલાવ્યો હતો. સંમેલનના અંતમાં ઇંડુ ફેંકવાનું કૃત્ય લોકો સાખી લેશે નહી.