શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 જાન્યુઆરી 2017 (11:45 IST)

જાણો કયા આઠ ગુજરાતીઓને પદ્મ એવોર્ડ મળ્યો

કેન્દ્ર સરકારે આજે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી. જેમાં અલગ અલગ ક્ષેત્રોમાં ઉચ્ચ કામગીરી માટે આ વર્ષે 120 જેટલી હસ્તીઓને પદ્મ પુરસ્કારો આપવામાં આવશે. સરકારે આ વખતે એવા પણ કેટલાક નામોનો સમાવેશ કર્યો છે કે જેમને બહુ જાહેર પ્રસિદ્ધિ નથી મળી પરંતુ તેમનું કામ ખુબ જ નોંધપાત્ર રહ્યું છે.જેમાં ક્રિકેટર વિરાટ કોહલી, રેસલર સાક્ષી મલિક, જિમ્નેસ્ટ દિપા કરમકર, શેફ સંજીવ કપૂર, સિંગર કૈલાશ ખેર અને અનુરાધા પોંડવાલ સામેલ છે. આ વર્ષે કોઈને ભારત રત્ન એવોર્ડ આપવામા આવશે નહીં. સરકારને આ વખતે આ પુરસ્કારો માટે 5000 એન્ટ્રીઓ મળી હતી. જેમાંથી 500 નામ ડિસેમ્બરમાં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યાં હતાં.  આ નામોમાં ગુજરાતના આઠ વ્યક્તિઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 
ગુજરાતના પદ્મ એવોર્ડ વિજેતાઓના નામ
શ્રી રત્નસુંદર મહારાજ (સ્પિરિચ્યુઅલ) (પદ્મભૂષણ)
પુરુષોત્તમ ઉપાધ્યાય (આર્ટ મ્યુઝિક) (પદ્મશ્રી)
શ્રી વી.જી.પટેલ (લિટરેચર & એજ્યુકેશન)  (પદ્મશ્રી)
શ્રી વિષ્ણુ પંડ્યા (લિટરેચર & એજ્યુકેશન જર્નાલિઝમ)  (પદ્મશ્રી)
શ્રી સુબ્રોતો દાસ (મેડિસીન) (પદ્મશ્રી)
ડો.દેવેન્દ્ર ડાહ્યાભાઈ પટેલ (મેડિસીન)
શ્રી ગેનાભાઈ પટેલ (ખેતી) (પદ્મશ્રી)
શ્રી એચ. આર શાહ (લિટરેચર અને એજ્યુકેશન જર્નાલિઝમ) એનઆરઆઈ  (પદ્મશ્રી)