સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 ઑક્ટોબર 2023 (08:54 IST)

હાર્ટએટેકથી યુવકના મોતનો દર્દનાક VIDEO

heart attack vs cardiac arrest
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લુણકી ગામથી બાબરા શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ તરફ ઓધડભાઈ મૂંધવા પોતાની છકડો રિક્ષા લઈને જઈ રહ્યા હતા. આ સમયે તેમની રિક્ષામાં ત્રણ પેસેન્જર પણ સવાર હતા. રિક્ષા ચલાવતી સમયે ઓધડભાઈને હાર્ટ એટેકનો હુમલો આવતા જ રિક્ષા રસ્તાથી નીચે સાઈડમાં ઉતરી ગઈ હતી. તાત્કાલીક 108 દ્વારા ઓધડભાઈને બાબરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને હાર્ટ એટેકના કારણો મોત થયાનું જાહેર કરવામાં આવ્યું હતું.