મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 18 એપ્રિલ 2022 (14:25 IST)

પુત્રની નજર સામે માતા-પિતાનું મોત:ભાવનગર જિલ્લાના સિહોરના ઘાંઘળી નજીક આવેલા રાઘવ પેટ્રોલ પંપ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત.

અકસ્માતમાં બાઇક સવાર દંપતીના ઘટના સ્થળે મોત નીપજ્યા, જ્યારે 3 વર્ષના બાળકનો આબાદ બચાવ થયો.
 
મૃતક દંપતી મૂળ અમરેલીના સાંગાદેરી ગામના અને હાલ સુરત કતારગામ ખાતે રહેતા હતા.
 
સિહોરના જાંબાળા ગામે પ્રસંગમાં આવ્યા હતા અને ત્યાંથી સબંધીની બાઇક લઈ રાંદલના દડવા દર્શન માટે જઈ રહ્યા હતા.
 
અકસ્માતમાં 30 વર્ષીય ભદ્રેશ સુરેશભાઈ કમાણી અને 29 વર્ષીય પાયલબેન ભદ્રેશભાઈ કમાણીના ઘટના સ્થળે મોત નીપજ્યા જ્યારે ત્રણ વર્ષીય શિવાંગ નામના બાળકનો આબાદ બચાવ થયો હતો.
 
સિહોર પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો તેમજ દંપતીના મૃતદેહ ને પીએમ માટે હોસ્પિટલ ખસેડી કાર્યવાહી કરી હતી.