શુક્રવાર, 17 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 જૂન 2019 (15:35 IST)

પાટણ નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક પરિવારના ત્રણનાં મોત

Patan accident news
પાટણના મેમદપુર ગામ નજીક આઈશર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં શિક્ષકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું. જ્યારે પત્ની અને એક બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. સદનસીબે 12 વર્ષીય પુત્રીનો બચાવ થયો હતો. એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતાં હોસ્પિટલમાં કરૂણાત્મક દ્રશ્યો સર્જાયા હતા. બનાવની વિગત એવી છેકે રાધનપુરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને પાટણમાં રહેતા ગોવિંદભાઈ પ્રજાપતિ પત્ની અને બે દિકરીઓ સાથે કડીથી ઘરે આવી રહ્યાં હતા. તે દરમિયાન પાટણના મેમદપુર ગામ પાસે સામેથી આવતી આઈસર સાથે તેમની કાર અથડાઈ હતી. જેમાં શિક્ષક ગોવિંદભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પત્ની નીતાબેન અને આઠ વર્ષીય પુત્રી ઉર્વીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. 12 વર્ષીય યશ્વીની હાલત ગંભીર હોય તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.