મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 19 માર્ચ 2019 (12:59 IST)

લોકસભા ચૂંટણી 2019- હાર્દિક પટેલના વિરોધમાં અમદાવાદમાં પૂતળાદહન કરાયું

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલના રાજકારણના પ્રવેશનો વિરોધ કરવાના હેતુથી પાટીદાર સમાજના યુવાનોએ ગાંધીનગરમાં હાર્દિક પટેલનું પૂતળું બાળ્યું હોવાની ઘટના સામે આવી છે. પાટીદાવ યુવાનોએ હાર્દિકના રાજકારણના પ્રવેશનો વિરોધ કરીને પૂતળાનું દહન કર્યુ હતું. બીજી બાજુ અમદાવાદમાં પણ હાર્દિકના પૂતળા દહનના કાર્યક્રમની પત્રિકા વાઇરલ થતા પોલીસ ખાતું હરકતમાં આવ્યું હતું. અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં  હાર્દિક પટેલના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.  રાજ્યભરમાં હાર્દિકના વિરોધની પત્રિકાઓ પણ વાઈરલ થઈ હતી. કેટલાક સ્થળોએ પુતળા દહળની વાત સામે આવતા પોલીસે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પાટીદારોને અનામત અપાવ માટે આંદોલન શરૂ કરી નેતા બનેલા હાર્દિક પટેલના રાજકારણ અને કોંગ્રેસના પ્રવેશના મિશ્ર પ્રતિભાવો જોવા મળી રહ્યાં છે.  પાટીદારો અને રાજ્યના યુવાનોમાં આ અંગે બે પ્રકારના મત જોવા મળી રહ્યાં છે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિકે એક સમયે એવો દાવો કર્યો હતો કે તેઓ રાજકારણમાં પ્રેવશ નહીં કરે પરંતુ તેમણે કોંગ્રેસમાં પ્રેવશ કરતા હવે આ સ્થિતિ સર્જાઈ હોવાની શક્યતા છે. બીજી બાજુ હાર્દિક પટેલે રવિવારે યોજાયેલા સ્નેહ મિલનના કાર્યક્રમમાં સ્પષ્ટ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે 10 ટકા અનામતની જાહેરાત કરી છે, તેથી સમાજની અનામતની માંગણી સંતોષાઈ અને એટલે મે ભવિષ્યની લડાઈ લડવા રાજકારણમાં પ્રવેશ કર્યો છે.