મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 જુલાઈ 2022 (08:22 IST)

પાવાગઢ બન્યું હિલ સ્ટેશન:મહાકાળી માતાના દર્શને 2 લાખ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું,

pavagadh
વરસાદી માહોલ વચ્ચે યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આજે વહેલી સવારથી તળેટીથી લઈ નિજ મંદિર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.  રવિવારની રજાને લઈને બે લાખથી વધુ માઈ ભક્તોએ મહાકાળી માતાજીના આશીર્વાદ લીધા હતા. ગુજરાત સહિત રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિતનાં રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાજી ના દર્શન માટે આવતા હોય છે. 
pavagadh
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં આજે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. વરસાદી માહોલ વચ્ચે વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.
pavagadh
ચોમાસાની ઋતુ વચ્ચે પાવાગઢ ડુંગરની આસપાસ આહલાદક દ્રશ્યો સર્જાયા હતા અને ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે પાવાગઢ પર્વત ઉપર હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો દર્શન માટે આવેલા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.