રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 નવેમ્બર 2023 (14:15 IST)

Pavagadh Temple Darshan Timings - પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરાયો, સાંજે 7:30 કલાકે મંદિરના દ્વાર થશે બંધ

Pavagadh Temple
Pavagadh Temple
Pavagadh Temple Darshan Timings - દિવાળીને લઈને પાવાગઢ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, દિવાળીના તહેવારો વચ્ચે મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શન કરવા પાવાગઢ જતા હોય છે. આ તરફ હવે દિવાળીના તહેવારને લઈ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. જો તમે પણ પાવાગઢ દર્શન કરવા જવાના હોય તો આ સમાચાર તમારી માટે છે.

યાત્રાધામ પાવાગઢમાં દિવાળીના તહેવારો દરમિયાન એટલે કે આજથી 15 નવેમ્બર સુધી મંદિર દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિગતો મુજબ દિવાળીના તહેવાર નિમિત્તે સવારે 5 વાગ્યે મંદિર ખુલશે. મહત્વનું છે કે, આજથી 15 નવેમ્બર સુધી મંદિર સવારે 5 વાગ્યે ખુલશે. આ સાથે સાંજે 7:30 વાગ્યે મંદિરના દ્વાર ભક્તો માટે બંધ થશે. મહત્વનું છે કે, પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.