શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 માર્ચ 2017 (12:07 IST)

બોર્ડની પરીક્ષામાં સો ટકા પાસ થવા ‘મેજીકલ પેન’ આપતા બાબા ગાયબ થઈ ગયાં

ધો. 10 અને ધો. 12ની અને આગામી દિવસોમાં શાળા, કોલેજની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે વડોદરા અને હાલોલ સહિત આસપાસના વિસ્તારોમાં પરીક્ષામાં પાસ થવાની સો ટકા ગેરંટી આપવાની સાથે 1900 રૂ. માં પેનસેટ વેચીને વિદ્યાર્થી અને વાલીઓની પાસ થવાની લાલચનો લાભ ઉઠાવીને તેમને માયાજાળમાં ફસાવવાનો ગોરખધંધો શરૂ કરતી એક પત્રિકા ફરી રહી છે.

ભગવાનના નામે લોકોની શ્રદ્ધા સાથે ખેલ કરવાનો ગોરખધંધો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.આ પત્રિકામાં હાલોલ અને વડોદરાના સરનામા અપાયા છે અને બાબાનો ઉલ્લેખ કરાયો છે. જોકે આ પત્રિકા વાઇરલ થયા બાદ બાબાએ પત્રિકામાં આપેલા ત્રણેય ફોન બંધ છે. અને બાબા ભૂગર્ભમાં ઊતરી ગયાની ચર્ચા છે. વાઇરલ થયેલી આ પત્રિકાની જાણ થતાં ચોંકી ઊઠેલા ગાંધીનગરના શિક્ષણ વિભાગના અધિકારીઓએ વડોદરા ડીઇઓને પણ આ બાબાના ઓફિસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ડીઇઓ કચેરીની ટીમ સંગમ વિસ્તારના તેના ઘરે ગઇ હતી પણ ત્યાં તાળું લટકતું હોવાનું ડીઇઓ મહેશ રત્નુએ જણાવ્યું હતું. હવે આવતીકાલે ફરી ટીમ આ જગ્યાએ તપાસ હાથ ધરશે અને આસપાસના લોકોની પૂછપરછ પણ કરશે. હાલોલના રણછોડનગરના એક મંદિરમાં રહેતા બાબાએ શાળા- કોલેજમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળે એ માટે 100 ટકા ગેરંટી સાથે 1900 રૂ.માં સિદ્ધ કરેલો પેનસેટ આપતા હોવાની પત્રિકા મારફતે જાહેરાત કરી હતી જેમાં સિધ્ધ કરેલા પેન સેટથી પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થી નાપાસ થાય તો 1900 રૂ. પરત આપવામાં આવશે. જે અંગે ખાસ નોંધ કરવામાં આવી હતી. બાબાની ઉક્ત પત્રિકા સ્થાનિક કક્ષાએ વિતરણ થયા બાદ સોશ્યલ મિડિયામાં સ્થાન લીધું હતું. જેને લઇ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. બાબાએ પેન સેટનો ઉલ્લેખ કર્યો છે. જેથી સિધ્ધ કરાયેલી પેનો સામાન્ય કિંમતની છે કે કેમ એ હાલ સ્પષ્ટ થઇ શકયું નથી અથવા પેનસેટ ખરીદનાર પણ કોઇ સામે આવ્યું નથી. આ ર્ચિચત મુદ્દા વચ્ચે બાબા હાલ તો તેમના હાલોલ ખાતે નિવાસ સ્થાન, કાર્યાલયે ગેરહાજર છે. અને ખંભાતી તાળા છે. બીજી તરફ તેઓના પત્રિકામાં જણાવેલા મોબાઇલ નંબરો પણ બંધ છે.