સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 22 માર્ચ 2022 (09:27 IST)

Petrol Diesel Price: 137 દિવસ પછી પેટ્ર્રોલ ડિઝલના ભાવમાં વધારો, જાણી લો આજના રેટ્સ

દેશમાં લાંબા સમય બાદપેટ્રોલ અને ડીઝલ(Petrol Diesel Price)ના ભાવમાં વધારો થયો છે. સરકારી તેલ કંપનીઓએ 137 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. ઓઈલ કંપનીઓએ મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કર્યો છે. ગયા વર્ષના નવેમ્બર પછી આ પ્રથમ વધારો છે. હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત વધીને 96.21 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે એક લિટર ડીઝલ માટે 87.47 રૂપિયા ચૂકવવા પડશે.
 
ન્યુઝ એજન્સી રોઇટર્સને સોમવારે મોડી રાત્રે બે ડીલરોએ જણાવ્યું હતું કે રાજ્યના ઇંધણ રિટેલર્સ મંગળવારથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસા પ્રતિ લિટરનો વધારો કરશે. ડીલરોએ કહ્યું કે તેમને તેલ કંપનીઓ પાસેથી મંગળવારના છૂટક ભાવ વિશે માહિતી મળી છે. ત્રણ સરકારી ઈંધણ રિટેલર્સ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન ભારતમાં ઈંધણના છૂટક વેચાણ પર પ્રભુત્વ ધરાવે છે અને સાથે મળીને તેમની કિંમતોમાં વધારો કરે છે.
 
મહાનગરોમાં શું છે પેટ્રોલ અને ડીઝલના ભાવ ? 
 
મંગળવારે દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 96.21 રૂપિયા અને ડીઝલની કિંમત 87.47 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમત 110.78 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે એક લિટર ડીઝલની કિંમત 94.94 રૂપિયા પ્રતિ લિટર છે.
 
તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 102.2 રૂપિયા પ્રતિ લિટર અને એક લિટર ડીઝલની કિંમત 92.23 રૂપિયા છે. તે જ સમયે, કોલકાતામાં આજે પેટ્રોલની કિંમત 105.47 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 90.59 રૂપિયા પ્રતિ લિટર છે.
 
137 દિવસ બાદ પેટ્રોલના ભાવમાં ફેરફાર થયો
 
પેટ્રોલિયમ પેદાશોના ભાવની વાત કરીએ તો 137 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે. અગાઉ દિવાળીના દિવસે 4 નવેમ્બર 2021ના રોજ રૂ. 10 પ્રતિ લિટર ભાવ ઘટ્યા હતા. ત્યારથી લઈને 21 માર્ચ 2022 સુધી ભાવ સ્થિર રહ્યા બાદ આજે 22 માર્ચે ભાવમાં વધારો થયો છે.
 
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ
 
પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ રોજ રિવાઈજ કરવામાં આવે છે અને પછી નવી કિંમત સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા તમારા નજીકના પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો તેમના મોબાઇલમાંથી RSP સાથે સિટી કોડ દાખલ કરીને 9224992249 પર સંદેશ મોકલશે.
 
શહેર કોડ તમને ઈંડિયન ઓઈલ (IOCL)ની સત્તાવાર વેબસાઈટ પર મળી જશે. મેસેજ મોકલ્યા પછી તમને પેટ્રોલ અને ડીઝલના તાજા ભાવ મોકલવામાં આવશે. આ રીતે BPCL ના ગ્રાહક પોતાના મોબાઈલથી RSP ટાઈપ કરી 9223112222 SMS મોકલી શકે છે. HPCL ના ગ્રાહક HPPrice લખીને 9222201122 પર SMS મોકલી શકે છે.
 
કેવી રીતે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલના ભવ
 
ઈંધણની કિમંતો બે મુખ્ય બાબતો પર નિર્ભર કરે છે. એક તો આંતરરાષ્ટ્રીય બજારમાં કૂડ ઓઈલ એટલે કે કાચા તેલની કિમંત અને બીજો સરકાર દ્વારા લગાવવામાં આવતો ટેક્સ. ક્રૂડ ઓઈલના ભાવ પર સરકારનુ કોઈ નિયંત્રન નથી રહેતુ. પરંતુ સરકાર પોતાના સ્તરે ટેક્સમાં વઘઘટ કરી શકે છે.
 
એટલે કહી શકાય કે સરકાર પોતાની આવક ઓછી કરી ટેક્સમાં છૂટ આપી જનતાને રાહત આપી શકે છે. દેશમાં પહેલા પેટ્રોલિયમના ભાવનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવતો હતો પરંતુ જૂન 2017થી સરકારે પેટ્રોલિયમના ભાવ પરથી પોતાનુ નિયંત્રણ હટાવી લીધુ છે અને જણાવ્યુ છે કે આંતરરાષ્ટ્રીય બજારના વઘઘટ પ્રમાણે રોજના ભાવ નક્કી કરવામાં આવશે.
 
આપણે જે ભાવથી પેટ્રોલ ડીઝલ ખરીદીએ છીએ તેમા 50 ટકાથી વધુ ટેક્સ ઉમેરવામાં આવે છે. જેમા આશરે 35 ટકા એક્સાઈઝ ડ્યુટી અને 15 ટકા રાજ્યોના વેટ અને સેલ્સ ટેક્સનો સમાવેશ થાય છે. ઉપરાંત 2 ટકા કસ્ટમ ડ્યુટી પણ જોડાય છે. આ બધા ઉપરાંત ડીલરનુ કમિશન હોય તો પાછુ જુદુ. દરેક રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની કિમંત જુદી જુદી હોય છે. ઉલ્લેખનીય છે કે સરકારે ડીઝલ, કેરોસીન અને એલપીજી કિમંતોનુ નિયંત્રણ પોતાના હાથમાં રાખ્યુ છે